Home /News /entertainment /VIDEO: સ્ટેજ પર એવોર્ડ લેતા સમયે રણવીર રડી પડ્યો,- પત્ની અંગે બોલ્યો, તે મારી સફળતાનું રહસ્ય છે

VIDEO: સ્ટેજ પર એવોર્ડ લેતા સમયે રણવીર રડી પડ્યો,- પત્ની અંગે બોલ્યો, તે મારી સફળતાનું રહસ્ય છે

સ્ટેજ પર એવોર્ડ લેતા સમયે રણવીર રડી પડ્યો

રણવીર સિંહે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ફિલ્મફેર એવોર્ડ્સ દરમિયાનનો છે. તેને ફિલ્મ ’83’માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. એવોર્ડ લેતા સમયે રણવીર ઈમોશનલ થઈ ગયો હતો અને તેની રડી પડ્યો હતો. તેને પોતાની સફળતાનો શ્રેય પોતાના પેરેન્ટ્સ પોતાની બહેન અને પત્ની દીપિકા પાદુકોણને આપ્યો છે. હું જે કંઈ પણ કરું છું, તે ભગવાન માટે કરું છું અને જે કંઈ પણ છું તે ભગવાનને કારણે જ છું.'

વધુ જુઓ ...
    રણવીર સિંહે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ફિલ્મફેર એવોર્ડ્સ દરમિયાનનો છે. તેને ફિલ્મ ’83’માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. એવોર્ડ લેતા સમયે રણવીર ઈમોશનલ થઈ ગયો હતો અને તેની રડી પડ્યો હતો. તેને પોતાની સફળતાનો શ્રેય પોતાના પેરેન્ટ્સ પોતાની બહેન અને પત્ની દીપિકા પાદુકોણને આપ્યો છે. હું જે કંઈ પણ કરું છું, તે ભગવાન માટે કરું છું અને જે કંઈ પણ છું તે ભગવાનને કારણે જ છું.'

    વીડિયોની શરૂઆત કરન જોહર બેસ્ટ એક્ટર માટે રણવીર સિંહનું નામ જાહેર કરે છે. રણવીર સિંહ અવૉર્ડ લીધા બાદ થેંક્યૂ સ્પીચ આપે છે. આ સ્પીચ દરમિયાન રણવીરે પોતાની સફળતાનું રહસ્ય પણ જણાવ્યું હતું.




    રણવીર થેંક્યૂ સ્પીચ આપતી વખતે એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખો ભીની થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું, 'મારી વાઇલ્ડ કલ્પનાશક્તિ બહારનું મારા જીવનમાં બન્યું છે. મોટાભાગે મેં જે વિચાર્યું નહોતું તે બન્યું છે. મને વિશ્વાસ નહોતો કે હું અહીં સુધી આવીશ, હું આ કરીશ અને તમારી સામે ઊભો રહીશ. મને વિશ્વાસ નથી કે હું એક્ટર બની ગયો છું. આ એક ચમત્કાર છે. સૌથી પહેલાં તો હું તમારો આભાર માનીશ. મારી સફરમાં સાથે રહેવા બદલ દર્શકોનો ખૂબ ખૂબ આભાર, મારા સપનાંઓને પૂરાં કરવામાં તમારો મહત્ત્વનો ભાગ છે.' આટલું કહેતાં જ રણવીર એકદમ ઇમોશનલ થઈ ગયો હતો.

    પેરેન્ટ્સ ભગવાન છે


    વધુમાં રણવીરે કહ્યું હતું, 'આજે હું જે કંઈ પણ છું મારા મા-બાપને કારણે છું તથા મારી દીદીને કારણે છું. તેઓ મારા માટે ભગવાન છે. હું જે કંઈ પણ કરું છું, તે ભગવાન માટે કરું છું અને જે કંઈ પણ છું તે ભગવાનને કારણે જ છું.'

    પત્નીને લક્ષ્મી કહી


    આટલું કહ્યા બાદ રણવીરના ચહેરા પર હાસ્ય આવી ગયું હતું અને તેણે પત્નીના વખાણ કર્યા હતા. એક્ટરે કહ્યું હતું, 'મારા ઘરમાં લક્ષ્મી છે અને આ રહ્યું મારી સફળતાનું રહસ્ય.' રણવીર દોડીને પત્ની દીપિકાને સ્ટેજ પર લઈને આવે છે અને કહે છે, 'રણવીર સિંહ પાવર્ડ બાય દીપિકા પાદુકોણ.' વીડિયોના અંતે રણવીર પત્નીને કિસ કરે છે.

    ગયા વર્ષે રિલીઝ થઈ


    ગયા વર્ષે 24 ડિસેમ્બરના રોજ '83' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ ખાસ કમાલ કરી શકી નહોતી, પરંતુ ક્રિટિક્સે આ ફિલ્મ વખાણી હતી. ફિલ્મમાં રણવીર સિંહે ક્રિકેટર કપિલ દેવનો રોલ ભજવ્યો હતો. કપિલ દેવની પત્ની રોમીનો રોલ દીપિકાએ પ્લે કર્યો હતો. આ ફિલ્મ ભારતે પહેલી જ વાર 1983માં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Deepika Padukone, Ranveer Singh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन