રણવીરે ઉતારેલો દીપિકાનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, તમે જોયો કે નહીં?

News18 Gujarati
Updated: May 1, 2019, 12:23 PM IST
રણવીરે ઉતારેલો દીપિકાનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, તમે જોયો કે નહીં?
Image: Deepika Padukone/Instagram

દીપિકા માત્ર એક્ટિંગમાં જ નહીં પરંતુ બાસ્કેટ બોલની રમતમાં પણ ચેમ્પિયન છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને તમે તેની એક્ટિંગ માટે બિરદાવતા હશો. પરંતુ શું તમે જાણો છો કે તે માત્ર એક્ટિંગમાં જ નહીં પરંતુ બાસ્કેટ બોલની રમતમાં પણ ચેમ્પિયન છે. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બાસ્કેટ બોલમાં ગોલ કરતો એક વીડિયો બધાની સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં દીપિકા બોલને બાઉન્સ કરીને બાસ્કેટ સુધી લઇ જાય છે. જે પછી તેના એક જ નિશાના પર બોલ સીધો બાસ્કેટમાં જ જતો રહે છે.

જ્યારથી દીપિકાએ આ વીડિયો પોતાના ઇન્સ્ટા પર શેર કર્યો છે ત્યારથી જ લોકો આને વારંવાર જોઇ રહ્યાં છે. આ વીડિયોમાં રણવીર સિંહ દેખાતો તો નથી પરંતુ તેનો અવાજ સાંભળી શકાય છે. વીડિયોની શરૂવાતમાં જ તે દીપિકાને 'Go' કહે છે. આ વીડિયો પર દીપિકાનાં અનેક ફેન્સે ઘણી કોમેન્ટ કરીને દીપિકા અને રણવીરને બેસ્ટ હસબન્ડ કહ્યાં છે.
 View this post on Instagram
 

all work and no play.........you get the drift!👊🏽🏀⛹🏽‍♀️


A post shared by Deepika Padukone (@deepikapadukone) on


જણાવીએ કે દિલ્હીમાં 'છપાક'ની શૂટિંગ પછી હવે દીપિકા મુંબઇમાં શૂટિંગ કરી રહી છે. કદાચ એટલા માટે જ દીપિકાને રણવીર સાથે સમય વિતાવવાનો સમય મળી ગયો છે. રણવીર સિંહ પણ હાલ પોતાની ફિલ્મ '83'માં વ્યસ્ત છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ઘણો જ વાઇરલ થઇ રહ્યો છે.
First published: May 1, 2019
વધુ વાંચો
अगली ख़बर