Home /News /entertainment /

Ranveer Singh bought apartment : રણવીર સિંહે ખરીદ્યો અધધ મોંઘો ફ્લેટ, આટલી કિંમતમાં તો સામાન્ય માણસ 396 ફ્લેટ ખરીદી લે!

Ranveer Singh bought apartment : રણવીર સિંહે ખરીદ્યો અધધ મોંઘો ફ્લેટ, આટલી કિંમતમાં તો સામાન્ય માણસ 396 ફ્લેટ ખરીદી લે!

રણવીર સિંહે ખરીદ્યો અધધ મોંઘો ફ્લેટ

સી-ફેસિંગ હોવા ઉપરાંત, તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અભિનેતા સલમાન ખાનના રહેઠાણ ગેલેક્સી અને શાહરૂખ ખાનના બંગલા મન્નતની વચ્ચે સ્થિત છે. અહીંથી સમુદ્રનો ભવ્ય નજારો જોવા મળે છે. આ ડીલ મુજબ રણવીર સિંહને આ બિલ્ડિંગમાં 19 કાર પાર્કિંગ સ્લોટ મળશે.

વધુ જુઓ ...
    બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહે હાલમાં એક ફ્લેટ ખરીદ્યો (Ranveer Singh bought an apartment) છે આ ફ્લેટની કિંમત તો દૂર ફક્ત સ્ટેમ્પ ડ્યૂટી જાણીને તમે ચોંકી જશો. આ ફ્લેટ બદલ અભિનેતાએ 7.13 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચુકવી છે. તેણે મુંબઈના અપમાર્કેટ બાંદ્રા (Bandra) વિસ્તારમાં 119 કરોડ રૂપિયામાં સી-ફેસિંગ વ્યૂ ધરાવતું ક્વાડ્રુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. દેશમાં સિંગલ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ માટે આ સૌથી મોટી ડીલ છે. જો આપણે સામાન્ય વ્યક્તિની વાત કરીએ અને 30 લાખનો એક ફ્લેટ ગણીએ તો આટલી કિંમતમાં 396 ફ્લેટ આવી જાય.

    સી-ફેસિંગ હોવા ઉપરાંત, તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અભિનેતા સલમાન ખાનના રહેઠાણ ગેલેક્સી અને શાહરૂખ ખાનના બંગલા મન્નતની વચ્ચે સ્થિત છે. અહીંથી સમુદ્રનો ભવ્ય નજારો જોવા મળે છે. આ ડીલ મુજબ રણવીર સિંહને આ બિલ્ડિંગમાં 19 કાર પાર્કિંગ સ્લોટ મળશે.

    આ એપાર્ટમેન્ટ બેન્ડસ્ટેન્ડ પર સુપર પ્રીમિયમ રેસિડેન્શિયલ ટાવર સાગર રેશમના 16મા, 17મા, 18મા અને 19મા માળે છે. તેનો કુલ કાર્પેટ વિસ્તાર 11,268 ચોરસ ફૂટ છે અને તેની સાથે 1,300 ચોરસ ફૂટની વિશિષ્ટ ટેરેસ છે. આ ટેરેસ પરથી અરબી સમુદ્રનો અદભૂત નજારો જોવા મળે છે.

    આ પણ વાંચો -ફરી વધવા લાગી ક્રૂડ ઓઇલની કિંમતો, જાણો પેટ્રોલ-ડીઝલના રેટ પર શું અસર પડી

    આ ડીલની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટથી વધુ છે. બાંદ્રાના તે વિસ્તારમાં પ્રોપર્ટીનો આ જ દર ચાલી રહ્યો છે. તેની બાજુમાં અભિનેતા શાહરૂખ ખાનનો બંગલો મન્નત છે. શાહરૂખે તેને લગભગ બે દાયકા પહેલા 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને આજે તેની કિંમત 350 કરોડ રૂપિયાની આસપાસ છે.

    રણવીર સિંહે આ એપાર્ટમેન્ટ Oh Five Oh Media Works LLP નામની કંપની દ્વારા ખરીદ્યું છે. રણવીર સિંહ અને તેના પિતા જગજીત સુંદર સિંહ આ કંપનીમાં ડિરેક્ટર છે. કંપનીએ આ ડીલ માટે રૂ. 7.13 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. ડીલ મુજબ રણવીર સિંહને આ બિલ્ડિંગમાં 19 કાર પાર્કિંગ સ્લોટ મળશે.

    આ પણ વાંચો -આજે પણ પોઝિટીવ મૂડમાં હશે શેરબજાર, જાણો કયા સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર

    રણવીર સિંહ બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે. તેણે 2010માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને ત્યાર બાદ તેણે પાછળ વળીને જોયું નથી. તેઓ હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંના એક છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Ranveer Singh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन