દાનવીર કર્ણની ભૂમિકામાં નજર આવશે રણવીર સિંહ, મેકર્સ સાથે વાતચીત સફળ

દાનવીર કર્ણની ભૂમિકામાં નજર આવશે રણવીર સિંહ, મેકર્સ સાથે વાતચીત સફળ
રણવીર સિંહ

વાસુ ભગનાનીના પ્રોડક્શન હાઉસમાં બનનારી ફિલ્મ સૂર્યપુત્ર મહાવીર કર્ણમાં રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળી શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે આ અંગે અંગે વિગતો મળી નથી. પરંતુ આ ફિલ્મમાં રણવીર સિંહે કર્ણનો રોલ ભજવવા માટે હા પાડી દીધી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડના સુપરસ્ટારની રેસમાં આવી ગયેલા રણવીર સિંહની ફિલ્મ ઘણા સમયથી આવી નથી. કોરોના મહામારીના કારણે ફિલ્મ જગતમાં શૂટિંગ અટક્યા છે, થિયેટરો ઘણા સમયથી બંધ રહ્યા છે. આવી સ્થિતિમાં ચાહકો લાંબા સમયથી તેમની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં રણવીરની આગામી ફિલ્મ 83ની રિલીઝ ડેટની જાહેરત થઈ હતી. આ ફિલ્મ આગામી 4 જૂને થિયેટરમાં ધૂમ મચાવશે.

આ ફિલ્મને હિન્દી સાથે તમિલ, તેલગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવમાં આવશે. ત્યારે હવે રણવીર મહાવીર કર્ણની ભૂમિકામાં પણ નજર આવે તેવી અટકળો છે.સૂર્યપુત્ર મહાવીર કર્ણમાં રણવીર સિંહનો લીડ રોલ

મળતી માહિતી મુજબ વાસુ ભગનાનીના પ્રોડક્શન હાઉસમાં બનનારી ફિલ્મ સૂર્યપુત્ર મહાવીર કર્ણમાં રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળી શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે આ અંગે અંગે વિગતો મળી નથી. પરંતુ આ ફિલ્મમાં રણવીર સિંહે કર્ણનો રોલ ભજવવા માટે હા પાડી દીધી છે.

ટૂંક સમયમાં લેવાશે અંતિમ નિર્ણય

પીપિંગમૂનના મત મુજબ પૂજા એન્ટરટેઈનમેન્ટને રણવીર સિંહને આ ફિલ્મ માટે પરફેક્ટ લાગી રહ્યો છે. રણવીર આ રોલમાં ફિટ છે. નિર્માતાઓએ આ ભૂમિકા વિશે રણવીરને વાત કરતા તે પણ તૈયાર થઈ ગયો છે. અલબત્ત રણવીર સિંહ અને નિર્માતાઓ વચ્ચે હજી અંતિમ વાતચીત થઈ નથી. પરંતુ ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવાઈ જશે.ગત ફેબ્રુઆરી થઈ હતી ફિલ્મની જાહેરાત

આ ફિલ્મની ઘોષણા 23 ફેબ્રુઆરી 2021ના ​​રોજ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કયો અભિનેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, તે જાણવા દર્શકો ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને કુલ પાંચ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:March 23, 2021, 16:30 pm

ટૉપ ન્યૂઝ