Home /News /entertainment /

રણવીર અને દીપિકા લગ્નની પાર્ટીમાં કરશે આ ખાસ કામ, આવું છે તેમનું પ્લાનિંગ

રણવીર અને દીપિકા લગ્નની પાર્ટીમાં કરશે આ ખાસ કામ, આવું છે તેમનું પ્લાનિંગ

હવે આ રિસેપ્શન સાથે બીજા સમાચાર પણ સામે આવી રહ્યાં છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યાં છે.

    રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને હવે ગણતરીના જ કલાકો બાકી છે એટલે લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 10 નવેમ્બરના રોજ, બંને તેમના લગ્ન માટે ઇટલીના લેક કોમોમાં ગયા હતા. તાજેતરમાં બંનેના રિસેપ્શન્સના કાર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પાર્ટીની જગ્યાને જાહેર કરવામાં આવી હતી. પરંતુ હવે આ રિસેપ્શન સાથે બીજા સમાચાર પણ સામે આવી રહ્યાં છે.

    ડોનેશન હેઠળ આપવામાં આવશે ભેટ

    રણવીર સિંહ અને દીપિકાના લગ્નનું રિસેપ્શન મુંબઇ અને બેંગલુરુમાં કરવામાં આવશે. પરંતુ સમારંભ સાથેની ખાસ માહિતી સામે આવી રહી છે. રણવીર અને દીપિકાએ લોકોને એ અપીલ કરી છે કે જે પણ ગિફ્ટ તેમને આપવામાં આવે તે એક ડોનેશનન હેઠળ હશે અને તે તમામ ગિફ્ટ 'લિવ લવ હૉફ ફાઉન્ડેશન'માં જશે. સાથે જ તેઓએ તેઓએ એમ પણ પૂછ્યું કે તેમને જે પણ આપવામાં આવે એ ચેકના સ્વરૂપમાં આપે, જેથી તેઓ તે ચેક ફાઉન્ડેશનને દાન કરી શકે. આ ફાઉન્ડેશન દીપિકા અને તેની નાની બહેન દ્વારા ચલાવવામાં આવે છે.








    View this post on Instagram





    How grateful I am for colours even if I can’t see them like you do @khicri #colourblind #theweddingfilmer #twftravels #italy


    A post shared by Vishal Punjabi (@theweddingfilmer) on





    મુંબઈ અને બેંગલુરુમાં રિસેપ્શન

    ઇટાલીના લેક કોમોમાં દીપિકા અને રણવીર લગ્ન કર્યા બાદ બેંગલુરુમાં લીલા પેલેસમાં પહેલું રિસેપ્શન આપશે, ત્યારબાદ બન્ને મુંબઇમાં 28મી નવેમ્બરના રોજ ગ્રાન્ડ હયાતમાં પાર્ટી આપશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Deepika Padukone, ENT, Italy, Lake como, Ranveer Singh

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन