Home /News /entertainment /

રણવીર સિંહે સિક્રેટ લોકેશન પર દીપિકા સાથે મનાવ્યો બર્થડે, રોમેન્ટિક તસવીરો

રણવીર સિંહે સિક્રેટ લોકેશન પર દીપિકા સાથે મનાવ્યો બર્થડે, રોમેન્ટિક તસવીરો

દીપિકાએ આ રોમેન્ટિક એડવેન્ટર ટ્રીપને 'રોમાંચક' કહી છે

હાલમાં જ એટલે કે 6 જુલાઇએ રણવીર સિંહે 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. રણવીરે તેના જન્મદિવસની ઉજવણી પત્ની દીપિકા પાદુકોણ સાથે યુએસમાં કરી હતી.

    મુંબઇ: બોલિવૂડનું પાવર કપલ રણવીર સિંહ (Ranveer singh) અને દીપિકા પાદુકોણે (Deepika Padukone) તેમના સોશિયલ હેન્ડલ પર એકબીજા સાથની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ સાથે જ તેમણે એડવેન્ચર ટ્રીપ દરમિયાન વિતાવેલી પળો યાદ કરી છે. દીપિકાએ આ રોમેન્ટિક એડવેન્ટર ટ્રીપને 'રોમાંચક' કહી છે, જ્યારે રણવીર સિંહે તેને 'પ્રેમ' કહ્યું છે. કપલની પોસ્ટ વાયરલ થઇ રહી છે.

    હાલમાં જ એટલે કે 6 જુલાઇએ રણવીર સિંહે 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. રણવીરે તેના જન્મદિવસની ઉજવણી પત્ની દીપિકા પાદુકોણ સાથે યુએસમાં કરી હતી. હવે જન્મદિવસના એક અઠવાડિયા બાદ રણવીરે તેના બર્થડે સેલિબ્રેશનની ખાસ તસવીરો શેર કરી અને દીપિકાએ તેની પોસ્ટ દ્વારા રણવીરને બર્થડેની શુભેચ્છા આપી છે. કપલ દ્વારા શેર કરાયેલી આ તસવીરો અને વીડિયોને જોઇને લાગી રહ્યું છે કે રણવીરનું બર્થડે સેલિબ્રેશન બેયર ગ્રિલ્સના એડવેન્ટર શો ‘Man vs Wild’ની જેમ રોમાંચક રહ્યું હતું.

    દીપિકા પાદુકોણની પોસ્ટ

    દીપિકા પાદુકોણની પોસ્ટની વાત કરીએ તો, તેણે શેર કરેલી ઇન્સ્ટાગ્રામ તસવીરોમાં બન્ને પહાડો વચ્ચે ફરતાં, સાઇકલિંગ કરતાં અને બીચ પર એકબીજા સાથે પ્રેમભરી પળો વિતાવતાં જોવા મળી શકે છે. તેણે તસવીરોની સાથે વીડિયો પણ શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો-વીડિયો પોસ્ટ કરતાં તેણે લખ્યું કે, અમારા જીવનમાં ભરપૂર પ્રમાણમાં એડવેન્ચર્સ અને એક્સપીરિયન્સ રહે. દીપિકાએ આ પોસ્ટમાં રણવીર સિંહને ટેગ કર્યો છે.


    રણવીર સિંહે શેર કરી પોસ્ટ

    રણવીર સિંહે તેની પોસ્ટમાં દીપિકાને ટેગ કરતાં લખ્યું કે, લવ ટુ લવ યુ #બેબી #બર્થડે #ફોટોડમ્પ. રણવીરની પોસ્ટમાં પણ તેના એડવેન્ચર રિયાલિટી શોની ખાસ ઝલકની સાથે સાથે કપલનું રોમેન્ટિક વેકેશન અને તેનું બર્થડે સેલિબ્રેશન જોઇ શકાય છે.


    વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહે હાલમાં નેટફ્લિક્સ (Netflix) એડવેન્ચર રિયાલિટી શો 'રણવીર વર્સેઝ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ' સાથે ઓટીટી ડેબ્યૂ કર્યું. તેનો આ શો ઓટીટી પર સ્ટ્રીમ થઇ ચૂક્યો છે. જેમાં તે બિયર ગ્રિલ્સ સાથે પડકારોનો સામનો કરતો જોવા મળ્યો હતો. આ શોનું શૂટિંગ સર્બિયામાં થઇ હતી. હવે રણવીર આગામી ફિલ્મ (Cirkus) સર્કસમાં જોવા મળશે. જ્યારે દીપિકા પાદુકોણ ફિલ્મ 'પઠાન' અને 'ફાઇટર'માં જોવા મળશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bollywood News in Gujarati, Deepika padukon, Ranveer Singh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन