મુંબઇ: લગ્ન માટે ઇટલી જવા માટે રણવીર અને દીપિકા રવાના થઇ ગયા છે. આ સમયે મુંબઇ એરપોર્ટ પર રણવીર અને દીપિકાની એન્ટ્રી થઇ અને ચાહકોએ તેમને જોઇને એક્સાઇટ થઇ ગયા હતાં. આ સમયે મુંબઇ એરપોર્ટનો માહોલ જોવા જેવો હતો.
રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણ બંને ઓફવાઇટ કલરનાં આઉટફિટમાં હતાં. જ્યાં દીપિકાએ સાઇડ કટ વનપીસ પહેર્યુ હતું ત્યાં રણવીરે ઇન્ડોવેસ્ટન પહેર્યું હતું. રણવીરે નીચે વ્હાઇટ કલરનાં જ શૂઝ પહેર્યા હતાં જ્યારે દીપિકાએ ન્યૂડ કલરની હાઇ હિલ્સ પહેરી હતી
રણવીર જ્યારે વ્હાઇટ પોર્શ કાર લઇને મુંબઇ એરપોર્ટ પર પહોચ્યો ત્યારે તેને જોઇને એરપોર્ટ પર હાજર તમામ ચાહકો ગ્રુમ ટૂ બી... ગ્રુમ ટૂ બી.. બુમો પાડવા લાગ્યા હતા અને તેને આવકાર્યો હતો. રણવીર પણ એરપોર્ટનો માહોલ જોઇને ખુબજ ખુશ હતો.