Box Office Day3 : 'ગલી બોય'ની છલાંગ, કમાણી 50 કરોડને પાર

News18 Gujarati
Updated: February 17, 2019, 4:00 PM IST
Box Office Day3 : 'ગલી બોય'ની છલાંગ, કમાણી 50 કરોડને પાર
ગલી બોય વેલેન્ટાઇન ડેના દિવસે રીલિઝ થઈ હતી.

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની 'ગલી બોય' વેલેન્ટાઇન ડેના દિવસે રીલિઝ થઈ હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રણવીર સિંહ અને આલિયા ભટ્ટની 'ગલી બોય' વેલેન્ટાઇન ડેના દિવસે રીલિઝ થઈ હતી. ફિલ્મે ત્રીજા દિવસે 18.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે શુક્રવારની સરખામણીએ 5.55 કરોડ રૂપિયા વધુ છે.

આ ફિલ્મે બીજા દિવસે 13.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ત્રણેય દિવસની કુલ કમાણીની વાત કરીએ તો ફિલ્મ 51.15 કરોડનું કલેક્શન કરવામાં સફળ રહી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ગલી બોયમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મહત્વની ભૂમિકામાં છે. જેમાં રણવીર સિંહ મુરાદના પાત્રમાં છે. જ્યારે આલિયા મુરાદની ગર્લફ્રેન્ડના પાત્રમાં છે. ફિલ્મ રેપર ડિવાઇન અને તેના મિત્રોના સંઘર્ષની વાર્તા પર આધારિત છે.

આ પણ વાંચો: કપિલ શર્માને આવ્યો ગુસ્સો, ફેન્સે સેલ્ફી માગતા કર્યું આવું

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આ ફિલ્મ 3350 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં આ બન્ને સિતારાઓ ઉપરાંત કલ્કી કોચલીન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઝોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે.
First published: February 17, 2019, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading