2019માં શું 'ગલી બોય' કા ટાઇમ આયેગા? TRAILER જોઇને કરો નક્કી

ઝોયા અખ્તરનાં ડિરેક્શનમાં બનેલી 'ગલી બોય' 14 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થવાની છે આપને જણાવી દઇએ કે આ પહેલાં ઝોયાએ 'રોક ઓન', 'દિલ ચાહતા હૈ', 'દિલ ધડકને દો' જેવી સુપર હિટ ફિલ્મ આપી છે

News18 Gujarati
Updated: January 9, 2019, 3:57 PM IST
2019માં શું 'ગલી બોય' કા ટાઇમ આયેગા? TRAILER જોઇને કરો નક્કી
રણવીર સિંઘ, ગલી બોય
News18 Gujarati
Updated: January 9, 2019, 3:57 PM IST
મુંબઇ: રણવીર સિંહ અને આલિયા ભટ્ટની 'ગલી બોય'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. જેમ રણવીરે દોઢ મિનિટનાં ટિઝરથી પહેલાં ઇમ્પ્રેસ કર્યા હવે તે રીતે રણવીર ફરી એક વખત તેનાં પરફોર્મન્સથી બધાને ઇમ્પ્રેસ કરતો નજર આવી રહ્યો છે. તો આલિયા ભટ્ટનાં વખાણ કરીએ તેટલાં ઓછા છે. આફ જાણો છો કે તે જે કિરદાર અદા કરે છે તેમાં સંપૂર્ણ ડૂબી જાય છે. આ ફિલ્મ આલિયા અને રણવીર બંનેનાં કરિઅરની એક મહત્વની ફિલ્મ સાબિત થશે.

રણવી સિંહ બિન્દાર અંદાજમાં રેપ કરતો નજર આવે છે તો ફિલ્મ હિપ હોપની દુનિયા પર છે અને ટ્રેલર જોઇને સ્પષ્ટ થઇ જાય ચે કે રણવીર ફરી એક વખત તેનાં કામથી ધમાલ મચાવી દેશે. રણવીરે આ ફિલ્મ માટે રેપ પણ શીખ્યું છે. પ્રોફેશનલ હિપ હોપ સિંગર નજર આવવામાં તે સફળ થયો છે. રણવીર અને આલિયા ઉપરાંત ફિલ્મમાં  કલ્કિ કોચલીન પણ છે. ઝોયા અખ્તરનાં ડિરેક્શનમાં બનેલી 'ગલી બોય' 14 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થવાની છે. આપને જણાવી દઇએ કે આ પહેલાં ઝોયાએ 'રોક ઓન', 'દિલ ચાહતા હૈ', 'દિલ ધડકને દો' જેવી સુપર હિટ ફિલ્મ આપી છે.'ગલી બોય' બાદ રણવીર સિંઘ '83'નાં શૂટિંગમાં વ્યસ્ત રહેશે. આ ફિલ્મ કપિલ દેવનાં જીવનની બાયોપિક છે. સોર્સિસની માનીયે તો દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કપિલ દેવની પત્નીનાં પાત્રમાં નજર આવી શકે છે.
First published: January 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...