Home /News /entertainment /

Gully Boy: બોક્સ ઓફિસ પર કરી આટલા કરોડની કમાણી

Gully Boy: બોક્સ ઓફિસ પર કરી આટલા કરોડની કમાણી

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની 'ગલી બોય' વેલેન્ટાઇન ડેના દિવસે રિલીઝ થઈ છે.

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની 'ગલી બોય' વેલેન્ટાઇન ડેના દિવસે રિલીઝ થઈ છે.

    રણવીર સિંહ અને આલિયા ભટ્ટની 'ગલી બોય' વેલેન્ટાઇન ડેના દિવસે રિલીઝ થઈ છે. આ ફિલ્મના રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મ પહેલેથી જ લગભગ 19 કરોડ ટ્રેડ થઈ ગઈ છે. ફિલ્મની કમાણીના આંકડાઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.

    પહેલા દિવસે, 'ગલી બોય' ની કમાણી

    વેલેન્ટાઇન ડેના પ્રસંગે આ ફિલ્મે લગભગ રૂ. 18.70 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું હતું કે, "ગલી બોય સારી શરૂઆત છે. આ વિશે જાણકારી આપે છે. વેલેન્ટાઇન ડે સત્તાવાર રજાનો દિવસ નથી, પરંતુ તેણે ફિલ્મને આગળ વધારી છે. મેટ્રોમાં આ ફિલ્મ ટ્રેન્ડ કરી રહી છે.

    ગલી બોય ફિલ્મે રિલીઝ થતા કમાણી કરી લીધી છે. મળતી માહિતી મુજબ એડવાન્સ બુકિંગમાં કૂલ 8 કરોડ રુપિયાનું કલેક્શન ફિલ્મે કરી લીધુ હતુ. મુંબઇ, પુને અને બેંગ્લોર જેવા મોટા શહેરોમાં મુવી બૂકિંગ પહેલા જ આટલી કમાણી ફિલ્મે કરી લીધી છે. લાગે છે કે આ ફિલ્મને 40 થી 45 ટકા જેટલો જંપ મળી શકે છે. આ ફિલ્મનું કુલ બજેટ 50 કરોડ રુપિયા છે.

    આ પણ વાંચો: 'ગલી બોય'ની સ્ક્રીનિંગ પર પહોંચ્યા દીપવીર, કેમેરા સામે કરી Kiss

    સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ આલિયાના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ સાબિત થઇ શકે છે. આ ફિલ્મને લઇને યુવાનોમાં ઘણી ઉત્સુખતા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં રેપ કલ્ચર બતાવવામાં આવ્યું છે. જે યંગ જનરેશનમાં ઘણુ પોપ્યુલર છે.

    3350 સ્ક્રીન પર થઇ રિલીઝ

    રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આ ફિલ્મ 3350 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં આ બન્ને સિતારાઓ ઉપરાંત કલ્કી કોચલીન પણ મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા છે. આ ફિલ્મને ઝોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Alia Bhatt, ENT, Gully .boy, Ranveer Singh, બોલીવુડ

    આગામી સમાચાર