ન્યૂઝ18 ગુજરાતી: રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'ગલી બોય' ખૂબ જ ચર્ચામાં છે. હવે ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં બન્નેની રસપ્રદ કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ફિલ્મના ટ્રેલર લોકોને ખૂબ પસંદ પડ્યું હતું.
'ગલી બોય'નું પોસ્ટર રીલિઝ
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'ગલી બોય'નું નવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રણવીર સિંહે આલિયાને પોતાના બાહુપાશમાં ઝકડેલી છે. પોસ્ટરમાં બન્નેની કેમિસ્ટ્રી સ્પષ્ટ દેખાઇ આવે છે. આ પહેલાં રીલિઝ કરવામાં આવેલા પોસ્ટર્સને પણ લોકોએ પસંદ કર્યા હતા. સાથે જ ફિલ્મનું ટ્રેલર પણ દર્શકોને ગમ્યું હતું.
તમને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં રણવીર સિંહ એખ રેપરની ભૂમિકામાં છે. ફિલ્મમાં રણવીર સિંહની વિરુદ્ધ આલિયા ભટ્ટે જોવ મળશે. સાથે જ ફિલ્મમાં કલ્કિ કોચલીન પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રીલિઝ થશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર