ન્યૂઝ18 ગુજરાતી: હાલમાં જ રીલિઝ થયેલી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'ગલી બોય'ને સારા રિવ્યૂઝ મળ્યા હતા. આ પોઝિટીવ માઉથ પબ્લિસિટીનું જ પરિણામ છે કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. 3350 સ્ક્રીન્સ પર રીલિઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 20 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે ફિલ્મનું કલેક્શન ઘટ્યું હતું. ફિલ્મની કમાણી 30 ટકા ઘટી 13.10 કરોડ રહી હતી. જોકે, ત્રીજા દિવસે પરિણામ અલગ જ હતા.
હવે ફિલ્મ 8 દિવસમાં 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઇ છે. ફિલ્મ ઓવરસીઝમાં પણ ધીમે-ધીમે પકડ મજબૂત બનાવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે ફિલ્મ કેવી રીતે અને કેટલા રેકોર્ડ તોડે છે. ફિલ્મ મેકર્સ તો અનુમાન લગાવી રહ્યાં છે કે, જે પ્રમાણે ફિલ્મ ઝડપથી આગળ વધી રહી છે તે ટૂંક સમયમાં જ 150 કરોડની કમાણી કરી લેશે.
#GullyBoy crosses ₹ 💯 cr in *extended* Week 1... Biz divided... Metros impressive. Driven by plexes... Mass pockets ordinary/dull... Thu 19.40 cr, Fri 13.10 cr, Sat 18.65 cr, Sun 21.30 cr, Mon 8.65 cr, Tue 8.05 cr, Wed 6.05 cr, Thu 5.10 cr. Total: ₹ 100.30 cr. India biz.
ત્યાં જ આ ફિલ્મ આલિયા ભટ્ટના કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે. સાથે જ ગલી બોય રણવીરના કરિયરની બીજી મોટી ઓપનર સાબિત થઇ છે. આ પહેલાં રણવીરની સિમ્બાને 20 કરોડની ઓપનિંગ મળી હતી.
ગલી બોય બે રેપર ડિવાઇન અને નેઝીની કહાની છે. જેમના પાત્રમાં મુરાદ એટલે રણવીર સિંહ અને એમસી શેર એટલે સિદ્ધાંત ચતુર્વેદી જોવા મળે છે. ફિલ્મના ગીત અને રેપ બન્ને સરસ છે. ફિલ્મ દર્શકો અને ક્રિટિક્સને પસંદ પડી છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર