92માં Oscarsની રેસમાંથી બહાર થઇ રણવીર-આલિયાની 'ગલી બૉય', આ ફિલ્મ થઇ શૉર્ટલિસ્ટ

News18 Gujarati
Updated: December 17, 2019, 12:16 PM IST
92માં Oscarsની રેસમાંથી બહાર થઇ રણવીર-આલિયાની 'ગલી બૉય', આ ફિલ્મ થઇ શૉર્ટલિસ્ટ
ગલી બોય ફિલ્મમાં રણવીર સિંહ

ઑસ્કરની બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ માટે સોમવારે સાંજે ટૉપ 10 ફિલ્મની શૉર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મોમાં 'પેરાસાઇટ', ''પેન ઍન્ડ ગ્લોરી' અને નિર્દેશક માટી ડિયોપની ફિલ્મ 'અટલાંટિક્સ' શામેલ છે.

  • Share this:
મુંબઇ: ડિરેક્ટર ઝોયા અખ્તરની ફિલ્મ 'ગલી બૉય' ઑસ્કરની બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ માટે નોમિનેશનમાં પસંદ થઇ હતી. જોકે ટોપ 10 ફિલ્મોમાં તે જગ્યા ન બનાવી શકી. 'ગલી બૉય'થી આ વર્ષે ભારતને ઘણી આશા હતી. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આ ફિલ્મ ભારત તરફથી 92માં ઑસ્કર ઍવોર્ડ માટે ઑફિશિલ એન્ટ્રી બની હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ મુરાદ નામનાં એક યુવકની કહાની છે જે મુંબઇની છોપડીમાં રહે છે. રેપિંગ કરે છે અને દુનિયાભરમાં તેનું નામ છે. આ ફિલ્મ ઇન્ડિયામાં કોમર્શિયલી ઘણી જ સફળ રહી હતી.

પસંદ થયેલી 10 ફિલ્મોમાં સાઉથ કોરિયન ફિલ્મ સ્પેન ઔર સેનેગલની છે. સોમવારે સાંજે બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મની શૉર્ટલિસ્ટ થઇ ગઇ છે.આ ફિલ્મોની જાહેરાતમાં 'પેરાસાઇટ', 'પેન ઍન્ડ ગ્લોરી' અને ડિરેક્ટર માટીડિયોપની ફિલ્મ 'અટલાંટિક્સ' શામેલ છે.

આપને જણાવી દઇએ કે, પહેલી વખત એવું થશે જ્યારે અધિકૃત રીતે 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ'ની કેટેગરીમાં ઑસ્કર આપવામાં આવશે. આ કેટેગરીમાં 'બેસ્ટ ફૉરેન લેંગ્વેજ ફિલ્મ' નાં નામથી ઓળખાય છે. આપને જણાવી દઇએ કે, આ કેટેગરીમાં ભારતની 'ગલી બૉય' સહિત દુનિયાભરથી આવેલી 91 ફિલ્મો શામેલ હતી. જેમાં 10 ફિલ્મોની આ શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવ્યાં છે. આ શ્રણીની અન્ય ફિલ્મોમાં ઇસ્ટોનિયાની 'ટ્રુથ ઍન્ડ જસ્ટિસ', 'હંગ્રી કી' 'દોજ હૂ રિમેન્ડ', 'ફ્રાન્સની 'લેસ મિસરેબલ', નોર્થ મેસિડૉનિયાની 'હનીલેન્ડ' જેવી ફિલ્મો શામેલ છે.
First published: December 17, 2019, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading