Home /News /entertainment /83 Teaser Out: રણવીર સિંહ-દીપિકા પાદુકોણની '83'નું ટીઝર રીલિઝ, Video જોઈ તમારૂ હૃદય છલકાઈ જશે

83 Teaser Out: રણવીર સિંહ-દીપિકા પાદુકોણની '83'નું ટીઝર રીલિઝ, Video જોઈ તમારૂ હૃદય છલકાઈ જશે

રણવીર સિંહ સ્ટારર ફિલ્મ '83'નું ટીઝર લોન્ચ થઈ ગયું છે (ફોટો ક્રેડિટ - Instagram @ranveersingh)

રમતના મેદાનમાં, બે ભારતીય ખેલાડીઓ, જેમાં એક કપિલ દેવ રણવીર સિંહ બન્યો, બોલને પકડવા દોડી રહ્યા છે. સ્ટેડિયમમાં બેઠેલી જનતા આ કેચને આતુરતાથી જોઈ રહી છે. વીડિયો જોઈ હૃદય છલકાઈ જશે

રણવીર સિંહ સ્ટારર ફિલ્મ '83'નું ટીઝર (83 Teaser Launch) લોન્ચ થઈ ગયું છે. રણવીર સિંહ (Ranveer Singh), દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને કબીર ખાને (Kabir Khan) પોતપોતાના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ દ્વારા તેનું ટીઝર લોન્ચ કર્યું છે. 59 સેકન્ડના આ ટીઝરમાં વર્ષ 1983માં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચની ઝલક બતાવવામાં આવી છે. ટીઝરની શરૂઆત સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોના પડઘા સાથે થાય છે. આ પછી, 25 જૂન 1983 ના રોજ લોર્ડ્સ, લંડન લખેલુ આવે છે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ (1983 cricket world cup final match)નો આ દિવસ છે.

આ પછી, દર્શકોની એક ઝલક બતાવવામાં આવી છે, જે ટીમ ઈન્ડિયા (Team India)ને ઉત્સાહિત કરી રહી છે. તો, રમતના મેદાનમાં, બે ભારતીય ખેલાડીઓ, જેમાં એક કપિલ દેવ રણવીર સિંહ બન્યો, બોલને પકડવા દોડી રહ્યા છે. સ્ટેડિયમમાં બેઠેલી જનતા આ કેચને આતુરતાથી જોઈ રહી છે. ફિલ્મનું નામ છેલ્લે લખેલું છે. આ ટીઝરને શેર કરતાં દીપિકા પાદુકોણે લખ્યું, “ભારતની મહાન જીત પાછળની વાર્તા. 24 ડિસેમ્બર 2021ના રોજ 83 સિનેમાઘરોમાં રિલીઝ (Film 83 Release Date) થશે.

દીપિકા પાદુકોણે આગળ લખ્યું, આ “ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. તેનું ટ્રેલર 30 નવેમ્બર 2021ના રોજ રિલીઝ (83 Trailer) થશે. રણવીર સિંહે ટીઝર શેર કરતી વખતે ફિલ્મની વિગતો પણ શેર કરી છે. આ ફિલ્મ દીપિકા પાદુકોણના હોમ પ્રોડક્શનની બીજી ફિલ્મ છે. દીપિકા પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.




અભિનેતા રણવીર સિંહની ફિલ્મ 83 તે ફિલ્મોમાંથી એક છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હાલમાં જ રણવીર સિંહે તેના ફેન્સ માટે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું- 'આ સમય છે... આ ક્રિસમસ પર સિનેમાઘરોમાં 83. હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઈ રહી છે. રણવીર સાથે દીપિકા પાદુકોણની જોડી ફરી એકવાર ફિલ્મ '83'માં જોવા મળવાની છે. આ ફિલ્મ 1983માં ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ જીત પર આધારિત છે. કબીર ખાને આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવશે

આ ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવશે. લગ્ન પછી આ પહેલીવાર હશે જ્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

આ પણ વાંચોAtrangi Re Trailer : અક્ષય કુમાર અને ધનુષ બંનેના પ્રેમમાં પાગલ સારા અલી ખાન! અતરંગી છે love triangle

ફિલ્મમાં ઘણા સ્ટાર્સ જોવા મળશે

તો, પંકજ ત્રિપાઠી, આર બદ્રી, એમી વિર્ક, સાહિલ ખટ્ટર, નિશાંત દહિયા, દિનકર શર્મા, ચિરાગ પાટિલ, તાહિર રાજ ભસીન જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હશે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. દર્શકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મ વર્ષ 1983માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલી વર્લ્ડ કપ ટ્રોફીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ક્રિકેટ અને ગ્લેમરનો સંબંધ પણ ઘણો જૂનો રહ્યો છે. આવી સ્થિતિમાં દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઉંચું કરતી અમૂલ્ય ક્ષણોને ફિલ્મ દ્વારા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
First published:

Tags: 1983 World Cup, 1983 WORLD CUP 1983, Ranveer Singh.83, Teaser, Teaser out

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો