Home /News /entertainment /

Ranveer Singh Photoshoot: ફોટોશૂટ મામલે રણવીર સિંહે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ફોટોઝને મોર્ફ કરવામાં આવ્યો છે

Ranveer Singh Photoshoot: ફોટોશૂટ મામલે રણવીર સિંહે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ફોટોઝને મોર્ફ કરવામાં આવ્યો છે

રણવીર સિંહની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જ્યારથી તેણે કપડા વગર ફોટોશૂટ કરાવ્યું છે ત્યારથી તે ચર્ચામાં છે. રણવીરનું ફોટોશૂટ લોકોને પસંદ નથી આવ્યું જેના પછી તેની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હવે આ મામલામાં રણવીરે નિવેદન નોંધાવ્યું છે. પોતાના નિવેદનમાં રણવીર સિંહે પોલીસની સામે દાવો કર્યો છે કે જેટલા પણ ફોટો છે તે બધા ફોટો મોર્ફ કરવામાં આવ્યા છે.

રણવીર સિંહની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જ્યારથી તેણે કપડા વગર ફોટોશૂટ કરાવ્યું છે ત્યારથી તે ચર્ચામાં છે. રણવીરનું ફોટોશૂટ લોકોને પસંદ નથી આવ્યું જેના પછી તેની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હવે આ મામલામાં રણવીરે નિવેદન નોંધાવ્યું છે. પોતાના નિવેદનમાં રણવીર સિંહે પોલીસની સામે દાવો કર્યો છે કે જેટલા પણ ફોટો છે તે બધા ફોટો મોર્ફ કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    રણવીર સિંહની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જ્યારથી તેણે કપડા વગર ફોટોશૂટ કરાવ્યું છે ત્યારથી તે ચર્ચામાં છે. રણવીરનું ફોટોશૂટ લોકોને પસંદ નથી આવ્યું જેના પછી તેની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હવે આ મામલામાં રણવીરે નિવેદન નોંધાવ્યું છે. પોતાના નિવેદનમાં રણવીર સિંહે પોલીસની સામે દાવો કર્યો છે કે જેટલા પણ ફોટો છે તે બધા ફોટો મોર્ફ કરવામાં આવ્યા છે. રણવીરે કહ્યું કે, તે આ રીતે શૂટ કરવામાં નથી આવ્યું જે રીતે બતાવવામાં આવી રહ્યા છે. રણવીર સિંહનું નિવેદન પોલીસે નોંધી લીધું છે, હવે આ તેને વેરિફાઈ કરી રહી છે.

    રણવીરે પહેલા 19 ઓગસ્ટના રોજ નિવેદન નોંધાવ્યું હતું. મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં લગભગ 2 કલાક સુધી રણવીર સિંહનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. રણવીરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તેને ખ્યાલ નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ તેના માટે મુશ્કેલી બની જશે. તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.

    ઉલ્લેખનીય છે કે જે તસવીરોને રણવીર સિંહે મોર્ફ્ડ ગણાવી છે, તે તસવીર દ્વારા મુંબઈ પોલીસે 26 જુલાઈએ રણવીર સિંહની વિરુદ્ધ અશ્લીલતાના આરોપમાં FIR નોંધી હતી. હવે રણવીર સિંહે પોલીસને આપેલા નિવેદન મુજબ, તેણે ફોટોશૂટ દરમિયાન અંડરવેર પહેર્યું હતું.

    પૂછવામાં આવ્યા હતા આ સવાલ


    રણવીર સિંહને પોલીસે ઘણા સવાલ પૂછ્યા હતા. રણવીરના ન્યૂડ ફોટોશૂટનો કોન્ટ્રેક્ટ કઈ કંપનીની સાથે હતો, ક્યારે અને ક્યાં કરાવ્યું હતું ફોટોશૂટ શું તમે જાણો છો કે આવા શૂટથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.

    ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવી તસવીર


    સૂત્રોના અનુસાર, રણવીરના નિવેદન પછી પોલીસે હવે વેરિફાય કરવા માટે આ તસવીરોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી દીધી છે. જ્યાંથી ખબર પડી જશે કે તસવીર સાથે ચેડા કરવામાં આવ્યા છે કે નહીં. જો જાણવા મળે છે કે તસવીર સાથે ચેડા કરવામાં આવ્યા છે તો રણવીર સિંહને ક્લિન ચીટ મળવાના સૌથી વધારે ચાન્સ છે, કેમ કે FIR એ આધાર પર નોંધવામાં આવી હતી કે એક તસવીરમાં તેના પ્રાઈવેટ અંગ દેખાય રહ્યા હતા.

    શું છે મામલો


    રણવીર સિંહે થોડા સમય પહેલા કપડા વગર ફોટોશૂટ કરાવ્યું હતું. તેના આ ફોટો સામે આવતા જ વાયરલ થઈ ગયા હતા. રણવીરે આ ફોટોશૂટ એક મેગેઝિન માટે કરાવ્યું હતું. તેના આ ફોટોશૂટને કેટલાક લોકોએ પસંદ કર્યું હતું તો ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bold Photoshoot, Ranveer Singh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन