Home /News /entertainment /

રણવીરના માતા-પિતાએ દીપિકાને આપી અનમોલ ભેટ, જાણો શું આપી ભેટ?

રણવીરના માતા-પિતાએ દીપિકાને આપી અનમોલ ભેટ, જાણો શું આપી ભેટ?

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ખબરો હાલ ચર્ચામાં છે. પહેલા એવું કહેવામાં આવતુ હતું કે દીપિકાના જન્મદિવસ પર એટલકે કે 5 જાન્યુઆરીએ બંનેએ સગાઈ કરી લીધી છે. જો કે હાલમાં જ તેઓ માલદીવથી છુટ્ટી મનાવીને પરત ફર્યા છે. ત્યારે જાણવા મળ્યું કે તેમને કોઈ સગાઈ કરી નથી.

હવે લેટેસ્ટે રિપોર્ટ્સ અનુસાર રણવીર અને દીપિકાને લગ્ન કરવા માટે પરિવાર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. સ્પોટબોય પર છાપવામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર રણવીરના માતા-પિતાએ દીપિકાને તેના બર્થ ડે પર એક મોંઘો ડાયમંડ સેટ અને સબ્યસાચીની સાડી ગિફ્ટ કરી છે. આ ગીફ્ટને જોઈને દીપિકા ઘણી જ ખુશ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રણવીરનો પરિવાર દીપિકાને ખુબ જ પસંદ કરે છે. સાથે જ દીપિકાનો પરિવાર પણ રણવીરને ખુબ જ પસંદ કરે છે. એવા આ બંનેના પરિવાર તરફથી લગ્ન માટે હા છે.

તમને જણાવી દયે કે હાલમાં જ રણવીર પોતાની ગર્લફ્રેન્ડ દીપિકાનો જન્મદિવસને ઉજવવા માલદીવ ગયા હતા.જો કે એરપોર્ટ પર રણવીર અને દીપિકા ઘણા જ ખુશ જોવા મળ્યા હતા. પરંતુ તમને જણાવી દયે કે બંનેએ સગાઈ નથી કરી.

હવે તેના ફેન્સને રાહ છે કે આ બંને પોતાના લગ્નની વાત જાહેર કરે.
First published:

Tags: Deepika Padukone, Marriage, Ranveer Singh, Relationship

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन