કરીના અને અનુષ્કા અંગે ગંદી કોમેન્ટ કરતા રણવીરના વીડિયોથી વિવાદ

સામે આવેલી એક વીડિયો ક્લિપમાં રણવીર સિંઘ તેની સાથે શોમાં ભાગ લઈ રહેલી અનુષ્કા શર્મા અંગે બીભત્સ કોમેન્ટ કરે છે.

News18 Gujarati
Updated: January 11, 2019, 11:28 AM IST
કરીના અને અનુષ્કા અંગે ગંદી કોમેન્ટ કરતા રણવીરના વીડિયોથી વિવાદ
રણવીર સિંઘ (ફાઈલ તસવીર)
News18 Gujarati
Updated: January 11, 2019, 11:28 AM IST
ન્યૂઝ18 ગુજરાતીઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ટીવી શો 'કોફી વીથ કરન'માં મહિલાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરીને વિવાદમાં ફસાયો છે. આ મામલો શાંત નથી થયો ત્યારે બોલિવૂડ અભિનેતા રણવીર સિંઘનો એક જૂનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંઘ અને અનુષ્કા શર્મા 'કોફી વીથ કરણ'માં નજરે પડી રહ્યા છે.

સામે આવેલી એક વીડિયો ક્લિપમાં રણવીર સિંઘ તેની સાથે શોમાં ભાગ લઈ રહેલી અનુષ્કા શર્મા અંગે બીભત્સ કોમેન્ટ કરે છે. આવી કોમેન્ટ સાંભળીને અનુષ્કાને આઘાત લાગે છે, તેમજ તેણી રણવીર સિંઘ તરફ પોતાનો અણગમો બતાવીને તેની સાથે આવી રીતે વાત નહીં કરવા કહી રહી છે.

અન્ય એક ક્લિપમાં રણવીર સિંઘ જણાવી રહ્યો છે કે, તે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરના સૌદર્યથી ખૂબ જ અભિભૂત હતો. ક્લિપમાં રણવીર સિંઘ કહી રહ્યો છે કે, તેણી જ્યારે ક્લબમાં સ્વિમિંગ માટે આવતી હતી ત્યારે તે તેને જોતો હતો. રણવીર કહે છે કે બાળપણથી યુવાની સુધી તેણે આવી જ રીતે કરીનાને જોઈ હતી.


Loading...

રણવીર સિંઘની આવી ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયામાં અનેક લોકો તેનાથી નારાજ થયા છે. આ મામલે યૂઝર્સ રણવીરની આ ક્લિપિંગ્સ શેર કરીને તેના પર આકરી ટિપ્પણી પણ કરી રહ્યા છે.

PHOTOS: 'ગલી બોય'નાં Trailer લોન્ચિંગ ઇવેન્ટમાં જુઓ રણવીર સિંઘનો મેઘધનુષી અવતાર

નોંધનીય છે કે તાજેતરમાં ભારતનો યુવા ક્રિકેટર હાર્દિક પંડ્યા કોફી વિથ કરણ શોમાં મહિલાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરવાને લઈને વિવાદમાં ફસાયો છે. શો દરમિયાન હાર્દિકે મહિલાઓ સાથે તેની હરકતોથી લઈને પોતાની સેક્સ લાઇફ અંગે માતાપિતા સાથે થતી ચર્ચા અંગે વાતચીત કરી હતી. શો પ્રસારિત થતાની સાથે જ ટ્વિટર પર 'વાવાઝોડું' આવ્યું હતું અને યૂઝર્સે હાર્દિકને આડે હાથ લીધો હતો. હાર્દિકે બાદમાં આ અંગે માફી માંગી હતી.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...