સિંધી વિધીથી પરણવાં પહોચ્યા રણવીર-દીપિકા,વરરાજાએ કર્યો 'મેરી પેન્ટ ભી સેક્સી' પર ડાન્સ

News18 Gujarati
Updated: November 15, 2018, 4:38 PM IST
સિંધી વિધીથી પરણવાં પહોચ્યા રણવીર-દીપિકા,વરરાજાએ કર્યો 'મેરી પેન્ટ ભી સેક્સી' પર ડાન્સ
રણવીર દીપિકા પણ આવી ચુક્યા છે આ વખતે પણ છત્રીથી રણવીર-દીપિકાને છુપાવવામાં આવ્યા છે

રણવીર દીપિકા પણ આવી ચુક્યા છે આ વખતે પણ છત્રીથી રણવીર-દીપિકાને છુપાવવામાં આવ્યા છે

  • Share this:
લેક કોમોઃ ઈટાલીમાં દીપિકા તથા રણવિરે 14 નવેમ્બરના રોજ કોંકણી વિધિથી લગ્ન કર્યાં હતાં. હવે બીજા દિવસે એટલે કે 15 નવેમ્બરના રોજ બંને સિંધી વિધિથી લગ્ન કરવાના છે. ઈટાલીના Villa del Balbianello લાલ ગુલાબથી સજાવવામાં આવ્યો છે. પહેલાં દિવસે લગ્નની થીમ વ્હાઈટ હતી. બીજા દિવસે લગ્નની થીમ રેડ છે.

બીજા દિવસે પણ દીપિકા-રણવિરે પોતાનો વેડિંગ લુક લીક ના થાય તે માટે છત્રીથી તેને છુપાવવામાં આવ્યો હતો. રણવીર-દીપિકા બંને બ્લેક છત્રીથી ઢંકાઇને જ લગ્નમંડપ સુધી આવ્યા હતાં. દીપિકા તથા રણવિર સબ્યાસાચીના ડિઝાઈનરવેર પહેર્યા છે. ઈટાલિયન ટાઈમ પ્રમાણે, સાત વાગે વિલા ડેલ બાલિબયાનેલોમાં બોટમાં બેસીને મહેમાનો આવવા હતાં. સિંધી વિધિથી લગ્ન હોવાથી મહેમાનોએ સાફો બાંધ્યો છે. જાનૈયાઓએ બોટમાં ઢોલ પર અને ગોવિંદાના ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો. રણવિર પણ જાનૈયાઓ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. રણવિરે 'મેરી પેન્ટ ભી સેક્સી..', 'ચુનરી ચુનરી..', 'અમ્મા દેખ તેરા..', 'વન ટુ કા ફોર..' જેવા સોંગ્સ પર ડાન્સ કર્યો હતો.

16 કલાકમાં ફરી સજાવાયો રણવીર-દીપિકાનો મંડપ
તો જ્યારે આજે રણવીર દીપિકાનાં સિંધી વિધીથી લગ્ન થવાનાં છે આ લગ્ન પણ Villa del Balbianelloમાં જ થવાનાં છે. ત્યારે ગઇકાલે કોંકણી વિધી પ્રમાણે લગ્ન સમયની આખી થિમ વ્હાઇટ ફ્લાવર્સની હતી. અને હવે આખો વિલા રેડ ફ્લાવર્સથી સજાવવામાં આવ્યો છે. માત્ર 16 કલાકની અંદર જ આખો વિલા ફરી સજાવવામાં આવ્યો આ માટે 12 માળીઓએ ખુબજ મહેનત કરી અને આખો વિલા માત્ર 16 કલાકની અંદર ફરીથી સજાવી દેવામાં આવ્યો.

ખુબજ સ્પેશલ છે રણવીર દીપિકાનાં લગ્ન
રણવીર દીપિકાએ તેમનાં લગ્નને ખુબજ સિક્રેટિવ અને સ્પેશલ બનાવ્યા છે આ માટે તેમણે કોઇ જ કચાસ બાકી રાખી નથી. મહેંદી અને સેફ સાથે સ્પેશલ કોન્ટ્રાક્ટ સાઇન કરવવાથી માંડીને લગ્નની એકપણ તસવીર લિક ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં પણ આવી છે.

મુંબઇ અને બેંગ્લુરૂમાં રિસેપ્શન
રણવીર અને દીપિકા મુંબઇ અને બેંગ્લુરૂમાં ખાસ રિસેપ્શન આપશે પહેલાં બેંગ્લુરૂમાં 22 નવેમ્બરનાં રોજ રિસેપ્શન આપશે જે દીપિકાનાં પરિવાર તરફથી હશે આ રિસેપ્શનમાં પરિવારનાં લોકો શામેલ હશે.  જ્યારે બાદમાં 28 નવેમ્બરનાં રોજ મુંબઇમાં હશે  ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકો માટે હશે .
First published: November 15, 2018
વધુ વાંચો
अगली ख़बर