કેમ સોશિયલ મીડિયા પર આ વ્યક્તિને કહેવાયો રાનૂ મંડલનો દીકરો?

News18 Gujarati
Updated: September 6, 2019, 11:21 AM IST
કેમ સોશિયલ મીડિયા પર આ વ્યક્તિને કહેવાયો રાનૂ મંડલનો દીકરો?
કુમાર શાનૂનું ગીત ગાઇ રહેલો યુવક

રાનૂ મંડલ (Ranu Mondal) બાદ હવે એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તદ્દન સામાન્ય લાગતો આ યુવક તેનાં શાનદાર અવાજમાં સંગીતકાર કુમાર શાનૂ (Kumar Sanu)નાં ગીતો ગાય છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: રાનૂ મંડલ (Ranu Mondal)નો અવાજ હાલમાં સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ગૂંજે છે. રાતો રાત સ્ટાર બની ગયેલી રાનૂએ ફક્ત ગણતરીનાં દિવસોમાં લાખો-કરોડો ફેન્સ બનાવી દીધા છે. અહીં સુધી કે
રાનૂ પર નેગેટિવ કમેન્ટ કરનારા લતા મંગેશકર (Lata Mangeshkar)ને તમામે સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા હતાં. ભીખ માંગીને પેટ ભરનારી રાનૂ તેની અવાજનાં દમ પર આ મુકામ હાંસેલ કર્યો છે. આ વચ્ચે એખ યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તદ્દન સામાન્ય લાગતો આ યુવક તેનાં શાનદાર અવાજમાં સંગીતકાર કુમાર શાનૂ (Kumar Sanu)નાં ગીતો ગાય છે. તેનો અવાજ સાંભળીને લોકો તેને રાનૂ મંડલનો દીકરો કહી રહ્યાં છે. જોકે, News18 સોશિયલ મીડિયા પર વાયરલ આ ખબરની પુષ્ટિ કરતું નથી.

ખરેખરમાં, હાલમાં જ એક ફેસબૂક પેજ દ્વારા આ તદ્દન સામાન્ય લાગતા યુવકનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ યુવક દિવાલને અડીને ઉભો છે અને તે કુમાર શાનૂનાં ગીતો ગાય છે. આ યુવકે વીડિયોમાં બે ગીતો ગાયા છે. પહેલું 'તેરી ઉમ્મીદ તેરા ઇન્તઝાર કરતે હૈ..' અને બીજું 'સોચેંગે તુમ્હે પ્યાર...' આ વીડિયોની કેપ્શનમાં પુછવામાં આવ્યું છે કે, 'શું આ રાનૂ મંડલનો દીકરો તો નથી ને?' શું આ હિરાને તરાશવા માટે કોઇ તૈયાર હશે. એક વખત આ યુવકનો અવાજ જરૂર સાંબળજો.જેમ રાનૂ મંડલ લતા મંગેશકરનાં ગીતો ગાય છે તેમ આ યુવક કુમાર શાનૂનાં ગીતો ગાય છે. યૂટ્યૂબથી લઇ ફેસબૂક પર તમામ જગ્યાએ આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોનાં કમેન્ટ બોક્સમાં જોઇએ તો દરેક તેનાં અવાજનાં વખાણ કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધીમાં આ યુવકનું નામ સામે આવ્યું નથી.
First published: September 6, 2019, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading