Home /News /entertainment /

VIDEO: મમતા અને કેજરીવાલે પણ રાનૂ મંડલનું ગીત ગાયું!

VIDEO: મમતા અને કેજરીવાલે પણ રાનૂ મંડલનું ગીત ગાયું!

સોશિયલ મીડિયા ક્વિન બની ગયેલી રાનૂ મંડલની અવાજનાં દિવાના બોલિવૂડ સ્ટાર્સ બાદ હવે રાજકારણીય બન્યા છે

સોશિયલ મીડિયા ક્વિન બની ગયેલી રાનૂ મંડલની અવાજનાં દિવાના બોલિવૂડ સ્ટાર્સ બાદ હવે રાજકારણીય બન્યા છે

  ન્યૂઝ18 ગુજરાતી:   રેલવે સ્ટેશન સિંગરથી બોલિવૂડ સિંગર બનનારી રાનૂ મંડલનું પહેલું સોન્ગ 'તેરી મેરી કહાની' સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. ટિકટોકનાં જમાનામાં કોઇ પણ ગીત-ડાયલોગ વાયરલ થતા જ લોકો તેનું વર્ઝન તૈયાર કરવામાં લાગી ગયા છે. આ સમયે રાનૂ મંડલનાં સોન્ગ પર ઘણાં યૂઝ્સે તેનો વીડિયો બનાવી લીધો. પણ આ દરમિાયન કોઇએ 'તેરી મેરી કહાની' પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફિટ કરી દીધા છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને સાથે ટ્રોલ પણ થઇ રહ્યો છે.

  આ પણ વાંચો- First Review: દર્શકોને ન પસંદ આવી પ્રભાસની 'સાહો' કહ્યું, પૈસાનું થયું પાણી

  આ વીડિયોમાં મમતા બેનર્જીનાં કેટલાંક વિઝ્યુઅલ અને કેજરીવાલનાં પણ જૂના વિઝુઅલ ફિટ કરવામાં આવ્યાં છે. આ ગીતને વિઝ્યુઅલ પર સંપૂર્ણ રીતે બેસાડી દેવામાં આવ્યું છે. આ બંને ગીતથી બંને રાજનેતાઓને કોઇ જ લેવા- દેવા નથી. પણ કેટલાંક સોશિયલ મીડિયા ટ્રોલર્સની કરામત છે. જોકે, રાનૂ મંડલ પશ્ચિમ બંગાળની જ રહેવાસી છે. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળનાં પ્રભારી કૈલાશ વિજયવર્ગીએ રાનૂ મંડલનો વીડિયો શેર કરતાં બંગાળની ધરતીને પ્રતિભાની ધરતી ગણાવી હતી.  ઉલ્લેખનીય છે કે, હાલમાં ઇન્ટરનેટથી લોકોનાં મન મગજમાં વસી ગઇ છે. તે પશ્ચિમ બંગાળનાં રાનાઘાટ રેલવે સ્ટેશન પર ગાઇને પોાતનું પેટ ભરતી હતી. તેની પાસે કમાણીનો કોઇ જ અન્ય રસ્તો ન હતો. તેની પરિસ્થિતિ એવી હતી કે તે ભીખ માંગવા માટે ગીત ગાતી હતી. તેને પરિવારમાં એક દીકરી જ છે. દીકરી પણ ઘણાં સમય પહેલાં તેને છોડીને જતી રહી હતી.

  આ પણ વાંચો- રાનૂ મંડલના બે લગ્ન થયાં હતાં, પતિને પસંદ ન હતી આ વાત

  હાલમાં આખો દેશ રાનૂ મંડલ અંગે જાણતો થઇ ગયો છે. તેનાં ગીતોને લોકો ખુબજ શેર કરે છે. નતીજતન સંગતીતકાર-ગાયક હિમેશ રેશમિયા અને તરફથી ફિલ્મનું ગીત ગાયા બાદ તેને ખાસ ઓળખ બનાવી લીધી છે. આ સોન્ગ હિમેશની અપકમિંગ ફિલ્મ 'હેપી હા્ડ એન્ડ હીર'નું છે.

  આ પણ વાંચો- PHOTOS: મેકઅપ વગર દિશા પટણીએ શેર કરી તસવીરો, ફેન્સે કહ્યું 'નેચરલ બ્યૂટી'
  Published by:Margi Pandya
  First published:

  Tags: Ranu mondal song arvind kejriwal and mamta banerjee got trolled over teri meri kahani

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन