રાનૂ મંડલનો મોટો ખુલાસો : ફુટપાથ પર નથી જન્મી, ખૂબ સારા પરિવારથી છું

News18 Gujarati
Updated: September 2, 2019, 9:01 AM IST
રાનૂ મંડલનો મોટો ખુલાસો : ફુટપાથ પર નથી જન્મી, ખૂબ સારા પરિવારથી છું
રાનૂ મંડલની જિંદગી પર બાયોપિક પણ બનવાની છે.

રેલવે સ્ટેશનથી બોલિવૂડ સુધી પહોંચનારી રાનૂ મંડલે પોતાના પરિવાર વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા

  • Share this:
સોશિયલ મીડિયાની સનસની અને મેગા વાયરલ થઈ ચૂકેલી રેલવે પ્લેટફોર્મ સિંગર રાનૂ મંડલે પોતાના પરિવાર વિશે જણાવીને ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી તેમના વિશે સૌને એવી જ જાણકારી હતી કે તેઓ રેલવે સ્ટેશન પર ભીખ માંગીને પોતાની જિંદગી પસાર કરતી હતી. પરંતુ તેઓએ પહેલીવાર આઈએએનએસને એક ઈન્ટરવ્યૂ આપ્યો છે અને તેમાં પોતે એક સારા પરિવારથી આવતી હોવાનો ખુલાસો કર્યો છે.

રાનૂ મંડલે જણાવ્યું કે, હું ફુટપાથ પર જન્મી નથી. હું એક ખૂબ સારા પરિવારથી આવું છું. પરંતુ આ મારી કિસ્મત હતી જે મને અહીં લઈ આવી. હું જ્યારે માત્ર 6 મહિનાની હતી ત્યારે મને મારા માતા-પિતાથી અલગ કરી દેવામાં આવી. આ આંચકાથી હું બહાર આવી ગઈ હતી જ્યારે લગ્‍ન બાદ મારા પતિ મને મુંબઈ લઈ આવ્યા હતા.

રાનૂ મંડલનો વીડિયો વાયરલ થતાં ચર્ચામાં આવી.


અભિનેતા ફિરોઝ ખાનના ઘરે કામ કરતા હતા રાનૂ મંડલના પતિ

રાનૂ મંડલે જણાવ્યું કે, મારા પતિ અભિનેતા ફિરોઝ ખાનના ઘરમાં ખાવાનું બનાવતા હતા. તે સમયે ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાન કોલેજમાં હતા. તેઓ હંમશા અમારી સાથે પરિવાર જેવું વર્તન કરતા હતા.

આ પણ વાંચો, રાનૂ મંડલને સલમાન ખાને નહીં પણ આ વ્યક્તિએ આપ્યું ઘર, થયો ખુલાસો

મારી પાસે મારું ઘર છે : રાનૂ મંડલ

રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પેટ ભરવા માટે જાણીતી રાનૂ મંડલે જણાવ્યું કે મારી પાસે ઘર છે. પરંતુ ઘરને ચલાવવા માટે લોકોની જરૂરિયાત હોય છે રાનૂ મુજબ, હું વર્ષો સુધી એકલી રહી છું. આ સમય દરમિયાન મેં ઘણા સંઘર્ષનો સામનો કર્યો. પરંતુ મને હંમશાથી ભગવાન પર પૂરો વિશ્વાસ હતો. હું અનેકવાર પરિસ્થિતિ મુજબ ગીત ગાતી રહી. મને હકિકતમાં ક્યારેય ગીત ગાવાની તક નહોતી મળી. મને ગાવાથી પ્રેમ છે.

રાનૂ મંડલને સંગીતકાર હિમેશ રેશમિયાએ ગીત ગાવાની તક આપી.


બે નહીં બોલિવૂડ માટે પાંચ-છ ગીત રેકોર્ડ કરી ચૂકી છે રાનૂ

અત્યાર સુધી એ જાણકારી સામે આવી હતી કે હિમેશ રેશમિયાએ રાનૂ પાસે બે ગીત ગવડાવ્યા છે. પરંતુ રાનૂ મુજબ, હું પાંચ-છ ગીત રેકોર્ડ કરી ચૂક્યું છે. હું મુંબઈમાં મારું ઘર ખરીદવા માંગું છું, કારણ કે વારંવાર પ્લેનથી મારા ઘરથી મુંબઈ આવવું કઠિન છે. મુંબઈમાં સંગીતની દુનિયાથી સાથે જોડાવવું મારા માટે મોટી વાત છે. તેના માટે હવે મુંબઈમાં રહેવું માંગું છું. જોકે, મને ભગવાન પર વિશ્વાસ છે. હું તેના વિશે વધું નથી વિચારતી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં રાનૂ મંડલની કિસ્મત બદલાઈ ગઈ.


આ ગીત બાદ રાતોરાત સ્ટાર બની રાનૂ

રાનૂ મંડલ ઇન્ટરનેટ પર એક પ્યાર કા નગમા હૈ ગીતથી વાયરલ થઈ. આ ગીતને લાખો યૂઝર્સે શેર કર્યુ. ત્યારબાદ તેમને હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડ એન્ડ હીર માટે ગીત ગાયા બાદ સેલિબ્રિટી બની ગઈ. હવે તેમની પાસે અનેક બોલિવૂડ ગીતો આવી ગયા છે.


આ પણ વાંચો, મમતા અને કેજરીવાલે પણ રાનૂ મંડલનું ગીત ગાયું!

હાલમાં રાનૂ મંડલ વિશે જાણવાની લોકોમાં ઘણી ઉત્સુક્તા છે. લોકો તેમની જૂની જિંદથી વિશે જાણવા માંગે છે. રાનૂ મંડલની ઉંમર અત્યારે લગભગ 60 વર્ષ છે. આ ઉંમરે બોલિવૂડ ડેબ્યૂ કર્યુ છે. જ્યારે તેઓ છેલ્લા 10 વર્ષ ખૂબ જ કઠણાઈઓનો સામનો કરી રહ્યા હતા.

આ પણ વાંચો, રાનૂ મંડલના બે લગ્ન થયાં હતાં, પતિને પસંદ ન હતી આ વાત
First published: September 2, 2019
વધુ વાંચો
अगली ख़बर