હવે જોવા મળી રાનૂ મંડલની હમશક્લ, VIDEO VIRAL

News18 Gujarati
Updated: November 25, 2019, 10:21 AM IST
હવે જોવા મળી રાનૂ મંડલની હમશક્લ, VIDEO VIRAL
રાનૂ મંડલની જેવી જ દેખાતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

રાનૂ મંડલની જેવી જ દેખાતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
મુંબઇ: ઇન્ટરનેટ સેન્શેસન બની ચુકેલી રાનૂ મંડલ (Ranu Mondal)ની કહાની તો સૌ કોઇ જાણે છે. એક રેલવે સ્ટેશનનાં ખુણામાં બેસીને ગીત ગાનારી રાનૂ આજે સ્ટાર બની ગઇ છે. આ બધુ જ શક્ય બન્યું છે સોશિયલ મીડિયાનાં કારણે. હવે આ સોશિયલ મીડિયા પર એક વધુ મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે રાનૂ મંડલનાં જેવી જ દેખાય છે. લોકો તેને રાનૂની જેમ ગાવા માટે કહે છે. ત્યારે તે 'તેરી મેરી કહાની' સોન્ગ પણ ગાય છે. જોકે તેનાં અવાજમાં તે દમ નથી જે હોવા જોઇએ. પણ તે આબેહુબ રાનૂ જેવી દેખાય છે. તેનાં લૂકને કારણે તે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

આ મહિલાનો વીડિયો દીપાંકર બૈશ્ય નામનાં એક વ્યક્તિએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શૅર કર્યો છે. આ વ્યક્તિનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નામ ચિરાગદીપ ઑફિશિયલ છે. આ વીડિયોની કેપ્શનમાં લખ્યુ છે કે, '#RanuMondal 2.0 (માલીગાંવ) ગુવાહાટીમાં આ વીડિયોનું શૂટિંગ કરીને તેને શૅર કરવા મારા મિત્ર તનમય ડેનો ખાસ આભાર.' તો ઇન્સ્ટાગ્રામ પર શૅર થયા બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક મહિલા નજર આવે છે જે હસતા હતસતાં તેનો વીડિયો રેકોર્ડ કરાવી રહી છે. જ્યારે વીડિયો રેકોર્ડ કરી રહેલો વ્યક્તિ તેને તેરી મેરી કહાની.. ગીત ગાવા માટે કહે છે તો તે હિમેશ રેશમિયાની ફિલ્મ 'હેપી હાર્ડી ઔર હીર'માં રાનૂ મંડલ દ્વારા ગાવામાં આવેલું તેરી મેરી કહાની ગાય છે. આ મહિલાનું નામ વીડિયોમાં નથી જણાવવામાં આવ્યું , લોકો તેને રાનૂની હમશક્લ પણ ગણે છે.વાત કરીએ રાનૂની તો તેણે હિમેશ રેશમિયાની ફિલ્મ 'હેપી હાર્ડી અને હીર'માં ત્રણ ત્રણ ગીત ગાયા છે. બૉલિવૂડમાં પ્લેબેક સિંગર ડેબ્યૂ પણ કરી લીધુ છે. છેલ્લાં ઘણાં સમયથી રાનૂ ચર્ચામાં છે. ક્યારેક તેનાં સિંગિંગને લઇને કે ક્યારે ફેન્સ સાથે ગેરવર્તન કરવા માટે તો ક્યારેક તેનાં હેવી મેકઅપને કારણે.
First published: November 25, 2019, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading