શું બદલાઇ ગયા છે રાનૂ મંડલના તેવર? આ વીડિયો જોઇને જ ખબર પડી જશે

News18 Gujarati
Updated: November 5, 2019, 12:19 PM IST
શું બદલાઇ ગયા છે રાનૂ મંડલના તેવર? આ વીડિયો જોઇને જ ખબર પડી જશે
સ્ટાર બન્યા પછી રાનૂમાં ઘણા ફેરફારો થયા છે.

રાનૂનો અન્ય એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને લાગે છે કે સ્ટાર બન્યા પછી રાનૂમાં ઘણા ફેરફારો થયા છે.

  • Share this:
તમને રાનૂ મંડલનું નામ તો યાદ જ હશે. થોડા સમય પહેલા રેલવે સ્ટેશન પર પોતાના અવાજથી રાનૂ મંડલના એક વીડિયોએ ઇન્ટરનેટ સનસનાટી મચાવી દીધી હતી. લોકોને રાનૂનો વીડિયો એટલો પસંદ કરવામાં આવ્યો કે તેને હિમેશ રેશમિયા દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તક પણ મળી. ત્યાર બાદ રાનૂના દરેક વીડિયો અને ગીતને લોકોનો જબરદસ્ત ટેકો અને પ્રેમ મળ્યો. રાનૂ પણ જ્યારે લોકોની સામે આવી ત્યારે ખૂબ નમ્રતાથી બોલતી જોવા મળી હતી. હવે રાનૂનો અન્ય એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને લાગે છે કે સ્ટાર બન્યા પછી રાનૂમાં ઘણા ફેરફારો થયા છે.

ખરેખર, રાનૂનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ ગીત વિશે નથી પરંતુ રાનૂને મળવા આવેલી એક મહિલાનો છે. આ વીડિયોમાં રાનૂ  સુપર માર્કેટમાં સામના ખરીદતી જોવા મળી રહી છે. આ દરમિયાન એક મહિલા પાછળથી આવી અને તેણે રાનૂના હાથ પર હાથ મૂક્યો અને સેલ્ફી લેવાનું કહ્યું. આ વાત પર રાનૂને ગુસ્સો આવી જાય છે. પહેલા તે સ્ત્રીને દૂર રહેવાનું કહે છે અને પછી તેને સ્પર્શે છે અને પૂછે છે કે આમ કરવાનો અર્થ શું છે. મહિલા જ્યારે રાનૂને સ્પર્શ કરે છે ત્યારે રાનૂ  ભડકે છે.


રાનૂનો આ વીડિયો જોઈને ચાહકો ખૂબ નારાજ છે. તમામ આ વર્તનને ખરાબ કહી રહ્યા છે. કહે છે કે સ્ટાર બન્યા પછી રાનૂનું વલણ બદલાઈ ગયુ છે. રાનૂને સલાહ આપતી વખતે કેટલાક લોકોએ એમ પણ કહ્યું છે કે વ્યક્તિએ ક્યારેય સફળતાની બડાઈ ન કરવી જોઈએ, નહીં તો તે નીચે આવવામાં સમય લેતી નથી. કેટલાક લોકોએ તે મહિલાની ભૂલ ગણાવી, પરંતુ કોઈને પણ રાનૂનું આ વર્તન પસંદ આવ્યું નથી.સ્ટાર બનતા પહેલા રાનૂ મંડલ પશ્ચિમ બંગાળના રાણાઘાટની શેરીઓ અને રેલવે સ્ટેશનો પર ગીતો ગાઇ રહી હતી અને તેના બદલામાં જે કંઇ મળતું હતું તેનાથી તેનું પેટ ભરાતું હતું. આ દરમિયાન અતિન્દ્ર ચક્રવર્તી નામના વ્યક્તિએ રાનૂનો એક વીડિયો બનાવ્યો અને તેને ફેસબૂક પર શેર કર્યો, જેમાં તે લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગ્મા હૈ' ગાઇ રહી હતી. ફક્ત આ વીડિયોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી. તે હવે હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી ઔર હીરમાં ત્રણ ગીત ગાઇ ચુકી છે.
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading