VIDEO: રાનૂ મંડલ બાદ આ નાનકડી બાળકીનો અવાજ સાંભળી તેના ફેન થઇ જશો

News18 Gujarati
Updated: September 20, 2019, 2:54 PM IST
VIDEO: રાનૂ મંડલ બાદ આ નાનકડી બાળકીનો અવાજ સાંભળી તેના ફેન થઇ જશો
યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર એક બાળકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે

યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર એક બાળકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ક્યારેક રેલવે સ્ટેશન અને ગલીઓમાં ગીત ગાઇને ભીખ માંગનારી રાનૂ મંડલ (Ranu Mondal) આજે મોટી સ્ટાર બની ગઇ છે. તેનાં જાદુઇ અવાજને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. તેનાં વીડિયો રાતો રાત વાયરલ થઇ રહ્યાં છે. કિસ્મતનો સાથ મળતા તેને હિમેશ રેશમિયા (Himesh Reshammiya)ની ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કરવા મળ્યું. સોશિયલ મીડિયા દ્વારા રાનૂ મંડલ જેવું ટેલેન્ટ સામે આવ્યાં બાદ ઘણાં ગુમનામ કલાકારોનાં વીડિયો સામે આવી રહ્યાં છે. ગત દિવસો એક કેબ ડ્રાઇવરનો વીડિયો વાયરલ થયો હતો. હવે એક નાનકડી બાળકીનો વીડિયો સામે આવ્યો છે. આ બાળકીનો અવાજ ઘણો જ દમદાર છે. આપને તે જોઇને વિશ્વાસ નહીં થાય.

હાલમાં જ યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર એક બાળકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઇને માલૂમ થાય છે કે, બાળકી કોઇ લોક સંગીત ગાયકોનાં ગ્રુપનો ભાગ છે. આ બાળકી એક ઇવેન્ટમાં તેની ટીમ સાથે બેઠી છે અને ગીત ગાઇ રહી છે. આ આખા ગ્રુપમાં ફક્ત એક જ બાળકી છે પણ તેનો અવાજ ઘણો જ દમદાર છે. એકદમ જુસ્સા સાથે આ બાળકી પંજાબી ગીત 'જિંદગી હૈ તેરે નાલ..' ગાઇ રહી છે. વીડિયોમાં બાળકી આ રીતે ગાય છે કે તેનાં ગળાની નસો પણ ફુલાઇ ગઇ છે.



રાનૂ મંડલની વાત કરીએ તો, તે ઇન્ટરનેટ સેંસેશન બની ગઇ છે અને હાલમાં તેની પાસે હિમેશ રેશમિયાની ફિલ્મ 'હેપી હાર્ડી અને હીર'થી બોલિવૂડમાં પ્રવેશ કરી રહી છે. આ ફિલ્મમાં તેનાં ત્રણ ગીતોછે. આ ગીતોની એક એક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. રાનૂનાં વખાણ જાણીતા સિંગર કુમાર સાનૂ પણ કરી ચુક્યાં છે તેમણે પણ રાનૂ સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
First published: September 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading