Home /News /entertainment /રાનૂ મંડલે ગાયું 'બચપન કા પ્યાર', VIDEO જોઇ બોલ્યા લોકો- 'ગાય તો સારુ જ છે.'

રાનૂ મંડલે ગાયું 'બચપન કા પ્યાર', VIDEO જોઇ બોલ્યા લોકો- 'ગાય તો સારુ જ છે.'

રાનુ મંડલે ગાયુ બચપન કા પ્યાર...

બચપન કા પ્યાર (Bachpan Ka Pyaar) હવે રાનૂ મંડલ (Ranu Mandal) ગાતી નજર આવી. લાંબા સમયથી સોશિયલ મીડિયા (Social Media)થી દૂર રાનૂ મંડલનો આ વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાનૂ મંડલ (Ranu Mandal) આપને યાદ છે? એજ જે વર્ષ 2019માં રેલવે સ્ટેશન પર સ્વર કોકિલા લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગમા' ગાતી નજર આવી હતી. રાનૂ મંડલનો એ વીડિયો એટલો વાયરલ થયો કે બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયાએ તેને તેની ફિલ્મમાં ગાવાની તક આપી હતી. એ કવીડિયોને કારણે તે રાતો રાત ઇન્ટરનેટ સેંસેશન બની ગઇ હતી. હિમેશ રેશમિયાનાં ગીત અંગે ચચર્ચામાં આવેલી રાનૂ ફરીથી ઇન્ડસ્ટ્રીમાંથી ગૂમ થઇ ગઇ. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે છત્તીસગઢનાં રહેવાસી સહદેવ દિરદો (Sahdev Dirdo) દ્વારા ગાયેલાં ગીત 'બચપન કા પ્યાર' (Bachpan Ka Pyaar) ગાતી નજર આવી, રાનૂ મંડલનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે.

આ પણ વાંચો: PHOTOS: અનિલ કપૂરની પુત્રીના લગ્નમાં પહોંચ્યા ફેમિલી મેમ્બર, આવો હતો અંદાજ

'બચપન કા પ્યાર' (Bachpan Ka Pyaar) હિટ થતા સહદેવ દિરદો (Sahdev Dirdo) હાલમાં ચર્ચામાં છે. હાલમાં તેણે પ્રખ્યાત રેપર બાદશાહ (Badshah)ની સાથે આ ગીત ગાયું. નવાં ટ્વિસ્ટ સાથે ગાવામાં આવેલું આ ગીત પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. હવે 'બચપન કા પ્યાર' રાનૂ મંડલ (Ranu Mandal) ગાતી નજર આવી. લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર રાનૂ મંડલનો આ વીડિયો જોત જોતામાં વાયુ વેગે વાયરલ થઇ ગયો છે.








View this post on Instagram






A post shared by Sacred Adda (@sacredadda)






ઇન્સ્ટાગ્રામ પર સેકર્ડ અડ્ડા (Sacred Adda) નામનું એક અકાઉન્ટ છે જેનાં પર રાનૂનો આ વીડિયો નજર આવે છે. વીડિયોમાં એક વ્યક્તિ માઇક પકડેલો છે અને તેનાં સાથે જ મેક્સી પહેરેલી રાનૂ મંડલ નજર આવે છે. 'બચપન કા પ્યાર' પોતાનાં અંદાજમાં ગાઇ રહી છે. સાથે જ તે વ્યક્તિ રાનૂ મંડલની સાથે સુરમાં સુર લગાવતી નજર આવે છે. આ ક્લિપ નાની છે પણ તે ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો-Kim Kardashian: એક દિવસમાં પતિ સાથે 500 વખત સેક્સ કરતી આ હોલિવૂડ હસીના

આ વીડિયો સામે આવ્યાં બાદ લોકો સોશિયલ મીડિયા પર ખુબજ કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યૂઝર લખે છે, 'આ તો સારુ ગાય છે..' અન્ય એક લખે છે, 'અચ્છા, આ જીવીત છે શું? ' તો કેટલાંકે ફક્ત ઇમોજી શેર કરી પોતાનું રિએક્શન આપ્યું છે.

આ પણ વાંચો- Mouni Roy: બ્લેક બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો જુઓ એક્ટ્રેસની Latest Photos

બચપન કા પ્યાર.. કારણે છત્તીસગઢનો સહદેવ દિર્દો રાતોરાત સ્ટાર બની ગયો છે. સહદેવનાં જૂના વીડિયો પર ઘણી રિલ્સ બની છે અને હવે 'બચપન કા પ્યાર'નાં લેટેસ્ટ વર્ઝન પર મોટી મોટી હસ્તીઓ રિલ્સ બનાવી રહી છે. બાદશાહનું આ નવું ગીત રિલીઝ થયા બાદ યૂટ્યૂબ પર ગીત નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું ચે.

સહદેવ છત્તીસગઢનાં સકુમાનાં છિંદગઢ બ્લોકમાં રહે છે. બે વર્ષ પહેલાં તેનાં ટીચરે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે હવે ખુબજ વાયરલ થયો છે.
First published:

Tags: Bachpan Ka Pyar, Badshah, Ranu Mandal, Sahdev Dirdo, Social media, વાયરલ વીડિયો