હવે રાનૂ મંડલની દીકરીએ મા સાથે ગાયું ગીત, જુઓ VIDEO

News18 Gujarati
Updated: September 9, 2019, 10:45 AM IST
હવે રાનૂ મંડલની દીકરીએ મા સાથે ગાયું ગીત, જુઓ VIDEO
રાનૂની દીકરી એલિઝાબેથનો અવાજ પણ છે મધુર

રાનૂ મંડલ (Ranu Mondal) હિમેશ રેશમિયા (Himesh Reshamiya) ની ફિલ્મ માટે ત્રણ ગીત રેકોર્ડ કરી ચૂકી છે. રાનૂ મંડલની કહાની સામે આવતા જ વર્ષોથી દૂર તેની દીકરી એલીઝાબેથ સાથી રોય  (Elizabeth Sathi Roy) પણ તેની સાથે પરત આવી ગઇ છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: રેલવે પ્લેટફર્મ પર ગીત ગાઇને પેટ ભરનારી રાનૂ મંડલ (Ranu Mondal) આજે ઇન્ટરનેટ સ્ટાર બની ગઇ છે. રાનૂ મંડલ હવે કોઇ ઓળખની મોહતાજ નથી રહી. રાનૂ મંડલ (Ranu Mondal) હિમેશ રેશમિયા (Himesh Reshamiya) ની ફિલ્મ માટે ત્રણ ગીત રેકોર્ડ કરી ચૂકી છે. રાનૂ મંડલની કહાની સામે આવતા જ વર્ષોથી દૂર તેની દીકરી એલીઝાબેથ સાથી રોય (Elizabeth Sathi Roy) પણ તેની સાથે પરત આવી ગઇ છે.

લાગે છે કે, માને મળેલી સફળતા જોઇને એલીઝાબેથ (Elizabeth Sathi Roy)ને પણ તેનું ટેલેન્ટ બતાવવાનું મન થઇ ગયુ છે. હવે રાનૂ મંડલની દીકરી પણ તેની માની જેમ ગીત ગાતી નજર આવશે. એલીઝાબેથ તેની મા રાનૂ સાથે જ એક ગીત ગાતી એક વીડિયોમાં નજર આવી રહી છે. આ વીડિયોમાં એલીઝાબેથ, 'આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે...' ગીત ગાતી નજર આવે ચે. અને મા રાનૂ પણ દીકરીની સાથે હસતી દેખાય છે.
 View this post on Instagram
 

@realhimesh #renumandal #singing #singer #newsinger #shooting #tarimarikhani #bollywood #bati


A post shared by Ranu mondal (@ranu.mondal09) on


સમાચાર હતાં કે, રાનૂની દીકરીએ વર્ષો સુધી તેનાં ખબર અંતર લીધા ન હતાં. કારણ કે તે તેની માને બોજારૂપ માનતી હતી. પણ થોડા સમય પહેલાં જ રાનૂની દીકરીએ સામે આવીને કહ્યું કે, મે ક્યારેય મારી માને બોજારૂપ સમજીને છોડી નથી. આ વાતો તદ્દન ખોટી છે. તેને દાવો કર્યો કે, જે ક્લબ તેની માનું ધ્યાન રાખી રહ્યું છે તે તેને તેની માતા સાથે મળવા નથી દઇ રહ્યું, સાથેજ ક્લબનાં સભ્યો તેને ધમકી આપે છે.

એલીઝાબેથે અતીન્દ્ર ચક્રવર્તી અને તપન દાસ (ક્લબનાં સભ્યો) પર ધમકી આપ્યાનો આરોપ લગાવતા કહ્યું કે, તેને ધમકી મળી હતી કે જોતે તેની માને મળવાનો પ્રયાસ કરશે તો તેઓ તેનાં ટાંટીયા તોડી નાખશે. તે મને મારી મા સાથે ફોન પર પણ વાત કરવાં દેતા ન હતાં. તેણે મારી માનું બ્રેનવોશ કરી દીધુ હતું.
First published: September 9, 2019
વધુ વાંચો
अगली ख़बर