બેલ બોટમ (Bell Bottom) નાં નિર્દેશક રંજીત એમ તિવારી (Ranjit M Tewari) એ જણાવ્યું કે, ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનાં પાત્રનો કોઇ તોડ નથી. અક્ષય કુમાર (Akshay Kumar) આ ફિલ્મમાં લિડ એક્ટર છે. આ ફિલ્મમાં તે એક રો એજન્ટ છે અને ફિલ્મ એક હાઇજેક કરવામાં આવેલાં પ્લેનમાં હાજર 200 લોકોને છોડાવવાની કહાની પર છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જાસૂસી પૃષ્ઠભૂમિ પર બનેલી થ્રિલર ફિલ્મ 'બેલ બોટમ' (Bell Bottom)નાં ડિરેક્ટર રંજીત એમ તિવારી (Ranjit M Tewari)નું કહેવું છે કે, પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી (Indira Gandhi) સહિત ફિલ્મનાં તમામ કિરદારે તેમની જવાબદારી બખુબી અદા કરી છે. ફિલ્મનાં ટ્રેલરમાં અક્ષય કુમારની સાથે ઇન્દિરા ગાંધીનાં પાત્રમાં લારા દત્તા છે. જેની ઘણી ચર્ચાઓ થઇ છે. જેને વિક્રમ ગાયકવાડ અને તેની ટીમે પ્રોસ્થેટિક્સની મદદથી બનાવી છે. ફિલ્મમમાં તેમનું પાત્ર ઘણું જ રિયલ બતાવવામાં આવ્યું છે.
ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, ઓપરેશન દરમિયાન કેવાં એક્શન લેવામાં આવ્યાં. તેમનો જ અસલી રૂપ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે. ઇન્દિરા ગાંધનાં પાત્રમાં કોઇ તોડ નથી. અક્ષય કુમાર (Akshay Kumar) લિડ રોલમાં છે. તે એક રો એજન્ટની ભૂમિકામાં છે. અને આ લૂકમાં ખુબજ દમદાર લાગે છે.
'બેલબોટમ' 1980નાં દાયકાની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ છે. જેને ભારતીય જાસુસ એજન્સીનાં એક એજન્ટ (કુમાર) પર હાઇજેક થયેલાં પ્લેનમાંથી 200 લોકોને છોડાવવાની જવાબદારી છે. PTI ભાષાને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં તિવારીએ કહ્યું કે, ટીમને આ સુનિશ્ચિત કર્યું છે કે, ઇન્દિરા ગાંધીનાં પાત્ર સાથે કોઇ પણ પ્રકારની 'સિનેમા સ્વતંત્રતા' ન લેવામાં આવે.
તેણે વધુમાં જણાવ્યું કે, 'અમે તે કિરદારને લખતા દરમિયાન પણ ઘણું જ જવાબદારી પૂર્ણ વલણ અપનાવ્યું હતું .' અમે એમ નહોતું વિચાર્યું કે, 'ચાલો થોડી સિનેમા સ્વતંત્રતા લઇ લઇએ.' અમે જ્યાં જઇ રહ્યાં હતાં. તે તરફ આશ્વસ્ત હતાં. CBFCએ પણ એક પણ કટ વગર ફઇલ્મ પાસ કરી દીધી. નિર્દેશકે કહ્યું કે, 'ફિલ્મની કહાનીમાં ઇન્દિરા ગાંધીની ઉપસ્થિતિ જરૂરી હતી. અને તેઓ ફ્કત 'ઇફેક્ટ' માટે તેમા હોવાનો પ્રયાસ નથી. અક્ષય કુમારે આ ફિલ્મની શૂટિંગ માત્ર 35 દિવસમાં પૂર્ણ કરી લીધી હતી. આ ફિલ્મની શૂટિંગ લંડન અને સ્કોટલેન્ડમાં કરવામાં આવી હતી. આ ફિલ્મની શૂટિગનો રેકોર્ડ 35 દિવસમાં પૂર્ણ કર્યાનો બની ગયો છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર