VIDEO: રૂંવાડા ઉભાં કરી દેશે રાની મુખર્જીની Mardaani-2નું ટ્રેલર

News18 Gujarati
Updated: November 14, 2019, 2:33 PM IST
VIDEO: રૂંવાડા ઉભાં કરી દેશે રાની મુખર્જીની Mardaani-2નું ટ્રેલર
દમદાર પોલીસ વાળી બની છે રાની મુખર્જી, રુવાંટા ઉભા કરી દે તેવું છે મર્દાની-2નું ટ્રેલર આ ફિલ્મ 13 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે

દમદાર પોલીસ વાળી બની છે રાની મુખર્જી, રુવાંટા ઉભા કરી દે તેવું છે મર્દાની-2નું ટ્રેલર આ ફિલ્મ 13 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રાની મુખર્જી (Rani Mukerji) ફરી એક વખત સ્મોલ સ્ક્રિન પર 'મર્દાની' બનીને પાછી ફરી છે. તેની આ અપકમિંગ ફિલ્મ 'મર્દાની-2' (Mardaani 2)નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલરમાં રાની મહિલાઓ સાથે બિભત્સ રીતે બળાત્કાર કરનારા ક્રિમિનલની શોધમાં નજર આવી રહી છે. રાની ફરી એક વખત આ ફિલ્મથી પોલીસ ઓફિસરનાં પાત્રમાં નજર આવશે. થોડા દિવસ પહેલાં રાનીએ આ ફિલ્મનું ટિઝર રિલીઝ કર્યુ હતું. જેને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું, હવે ફિલ્મનું ટ્રેલર તેની વધુ કહાની આગળ જણાવી રહ્યું છે.

આ પણ વાંચો-રણવીર દીપિકાએ તિરુપતિમાં ઉજવી પહેલી Wedding Anniversary, જુઓ PHOTO

ટ્રેલરમાં કહાની દર્શાવવામાં આવી છે તે રાજસ્થાનનાં કોટા શહેરની છે. જ્યાં આખા દેશનાં બાળકો PMT કે IITની તૈયારી અને કોચિંગ કરવાં આવે છે. અહીંની પોલીસ ઑફિસર શિવાની શિવાજી રૉય એટલે કે રાની મુખર્જી છે. આ શહેરમાં એખ સાઇકો કિલર યુવતીઓ પર બળાત્કાર ગુજારી હેવાનિયતથી તેમની હત્યા કરી નાખેછે. શિવાની આ હેવાનને શોધવાનું કામ કરે છે.



2 મિનિટ 19 સેકેન્ડનાં આ ટ્રેલરમાં વિલન બનેલા સાઇકો કિલરની ઝલક જોવા મળતી નથી. પણ તેનાં ડાયલૉગ્સથી સ્પષ્ટ થાય છે કે તે કેટલો ખતરનાક છે. આ ફિલ્મનું ટ્રેલર રુવાંડા ઉભુ કરી દેનારું છે.

આ પણ વાંચો-લૉસ ઍન્જલસમાં નિક-પ્રિયંકાએ ખરીદ્યુ 7BHKનું ઘર, જાણો કેટલામાં પડી ડીલરાનીની મર્દાની 2014માં આવી હતી. જેને લોકોએ ખુબજ પસંદ કરી હતી. જે બાદ વર્ષ 2018માં રાની મુખર્જીની 'હિચકી' આવી. લગ્ન અને દીકરી બાદ રાની ઘણી જ પસંદગીની ફિલ્મો કરી રહી છે. આ મર્દાની બાદ તેની સિક્વલ પાંચ વર્ષ બાદ આવી રહી છે. આ ફિલ્મ 13 ડિસેમ્બર 2019નાં રિલીઝ થશે.

આ પણ વાંચો-23 નવેમ્બરે ઑફએર થઇ જશે KBC, Big Bએ 18 કલાક કામ કરી પતાવ્યું અંતિમ શૂટ
First published: November 14, 2019, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading