કંગના રનોટ અને રાજકુમાર રાવની આગામી ફિલ્મ "જજમેન્ટલ હૈ ક્યા"ના ટ્રેલરને તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે અને તેને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
બોલિવૂડની અભિનેત્રી કંગના રનોટની બહેન રંગોલી ચંદેલ હંમેશાં ચર્ચાનો વિષય બની રહે છે. રંગોલી તેની બહેન કંગના સાથે દરેક પરિસ્થિતિમાં રહે છે અને અનેક વિવાદમાં તેનો એક ભાગ બની જાય છે અને હવે તેનું નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ વખતે, રંગોલી ચંદલે અભિનેત્રી તાપસી પન્નુને લક્ષ્ય બનાવી છે.
કંગનાની બહેન રંગોલી ટ્વિટર પર ખૂબ જ સક્રિય છે. બુધવારે, જ્યારે કંગના રનોટની નવી ફિલ્મ જજમેન્ટલ હૈ કયાનું ટ્રેલર લોન્ચ થયું તો ચાહકોની જેમ એક્ટ્રેસ તાપસી પન્નુએ પણ તેને જોયું. તેણે કંગનાની ફિલ્મની પ્રશંસા કરી, તાપસીએ ટ્વીટર પર લખ્યું આ ખૂબ સરસ છે. હંમેશાં મોટી અપેક્ષાઓ છે.
Kuch log Kangana ko copy kar ke he apni dukaan chalate hain, magar pls note, they never acknowledge her not even a mention of her name in praising the trailer, last I heard Taapsee ji said Kangana needs a double filter and Tapsee ji you need to stop being a sasti copy 🙏 https://t.co/5eRioUxPic
આ રીતે તાપસીની આ ટ્વીટથી રંગોલીએ તાપસીને સસ્તી કોપી કહી દીધુ. રંગોલીએ તાપસીને ટ્વીટ કરી કહ્યું કે "કુછ લોગ કંગના કી કોપી કર કે અપની દુકાન ચલાતે હૈ,
સપ્ટેમ્બર 2018માં એક મુલાકાત દરમિયાન, જ્યારે તેણીએ કંગનાને ભેટ આપી હતી ત્યારે તાપસીએ જવાબ આપ્યો હતો, "હું કંગના રનોટને ડબલ ફિલ્ટર આપીશ."
આ પહેલા રંગોલી વરુણ ધવન સાથે સ્પોટ થઇ હતી, જ્યા ફિલ્મ જજમેન્ટલ હૈ કયાના ટ્રેલરની પ્રશંસા કરતી વખતે એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ કહ્યું કે " કંગના કા ભી નામ લીખ દેતે સર !! ઉસને ભી મહેનત કી હૈ !!!
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર