Rang De Basanti: જ્યારે 40 વર્ષના આમિર ખાને 25 વર્ષનો યુવાન બનવા માટે કર્યું આવું કામ, રસપ્રદ યાદો
Rang De Basanti: જ્યારે 40 વર્ષના આમિર ખાને 25 વર્ષનો યુવાન બનવા માટે કર્યું આવું કામ, રસપ્રદ યાદો
રંગ દે બસંતી ફિલ્મની પડદા પાછળની કેટલીક યાદો
આમિર ખાન (Amir Khan) સોહા અલી ખાન (Soha Ali Khan) સ્ટારર ફિલ્મ રંગ દે બસંતી (Rang De Basanti) 26 જાન્યુઆરી 2006ના રોજ રિલીઝ થઈ હતી. દેશભક્તિથી ભરેલી આ ફિલ્મ જ્યારે પ્રજાસત્તાક દિવસ (Republic Day) ના અવસર પર રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.
આમિર ખાન (Amir Khan) સોહા અલી ખાન (Soha Ali Khan) સ્ટારર ફિલ્મ રંગ દે બસંતી (Rang De Basanti) 26 જાન્યુઆરી 2006ના રોજ રિલીઝ થઈ હતી. દેશભક્તિથી ભરેલી આ ફિલ્મ જ્યારે પ્રજાસત્તાક દિવસ (Republic Day) ના અવસર પર રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. રાકેશ ઓમપ્રકાશ મહેરા (Rakeysh Omprakash Mehra) દ્વારા નિર્દેશિત આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા અને મેકિંગ દરમિયાન ઘણી યાદગાર કહાનીઓ પણ બની હતી. પ્રસૂન જોશી (Prasoon Joshi) એ ડાયલોગ્સ લખ્યા હતા અને એઆર રહેમાને 3 વર્ષની મહેનતે ફિલ્મનું સંગીત આપ્યું હતું. લીડ એક્ટર આમિર ખાને હંમેશની જેમ આ ફિલ્મમાં પોતાનો જીવ લગાવી દધો હતો. આ ફિલ્મના 16મા વર્ષે, મેકિંગ દરમિયાન જે યાદગાર ઘટનાઓ બની તેની આજે વાત કરીએ.
કાસ્ટિંગને લઈને રાકેશ ઓમપ્રકાશ મહેરા નારાજ હતા
રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ 'રંગ દે બસંતી'માં આમિર ખાન, સોહા અલી ખાન ઉપરાંત માધવન, અતુલ કુલકર્ણી, શરમન જોશી, કુણાલ કપૂર, બ્રિટિશ અભિનેત્રી એલિસ પેટન પણ હતી. આ ફિલ્મના દિગ્દર્શક રાકેશે પોતાની આત્મકથા 'ધ સ્ટ્રેન્જર ઇન ધ મિરર'માં ફિલ્મના નિર્માણ વિશે ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે. જ્યારે રાકેશે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેને ફિલ્મમાં એક પાત્ર કરણ સિંઘાનિયાને કાસ્ટ કરવામાં મોટી સમસ્યા હતી.
હૃતિક રોશનને મનાવવા માટે આમિર ખાનને ઘરે મોકલવામાં આવ્યો હતો
રાકેશ ઓમપ્રકાશ મેહરા પોતાની ફિલ્મમાં આ ખાસ રોલ માટે રિતિક રોશનને કાસ્ટ કરવા માંગતા હતા. રાકેશે જણાવ્યું કે જ્યારે હૃતિક રોશન રાજી ન થયો ત્યારે મેં આમિર ખાનને રિતિક સાથે એકવાર વાત કરવા વિનંતી કરી. આમિર ખાન હૃતિકના ઘરે ગયો અને તેને કહ્યું કે, આ સારી ફિલ્મ છે, કલ લો, પરંતુ હૃતિક રાજી ન થયો. આ રોલ અભિષેક બચ્ચનને પણ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ બોલિવૂડના આ મોટા કલાકારોએ ના પાડી દીધી હતી. સ્થિતિ એવી બની ગઈ હતી કે, ફિલ્મના શૂટિંગના એક મહિના પહેલા જ તમિલ અભિનેતા સિદ્ધાર્થને ફાઈનલ કરવામાં આવ્યો હતો. 'રંગ દે બસંતી' પહેલા સિદ્ધાર્થે કોઈ હિન્દી ફિલ્મ કરી ન હતી.
શાહરૂખ ખાને તારીખને કારણે ના પાડી દીધી હતી
રાકેશ ઓમપ્રકાશ મેહરા સાથે આવું માત્ર એક જ વાર બન્યું નથી. ફિલ્મના એક પાત્ર, ફ્લાઇટ લેફ્ટનન્ટ અજય રાઠોડના રોલ માટે શાહરૂખ ખાનને કાસ્ટ કરવા માગતા હતા. રાકેશ શાહરૂખને ફિલ્મની વાર્તા સંભળાવવા માટે અમેરિકા ગયા હતા, કારણ કે તે સમયે શાહરૂખ ત્યાં ફિલ્મ 'સ્વદેશ'નું શૂટિંગ કરી રહ્યો હતો. તારીખ ન હોવાના કારણે શાહરૂખે આ ફિલ્મ કરવામાં અસમર્થતા દર્શાવી હતી. આ ભૂમિકા બાદમાં સાઉથના સુપરસ્ટાર આર માધવને ભજવી હતી.
આ ફિલ્મમાં તેના રોલ માટે આમિર ખાને હંમેશની જેમ સખત મહેનત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિસ્ટર પરફેક્શનિસ્ટે પંજાબી શીખવા માટે એક શિક્ષકને રાખ્યો અને તેમની પાસેથી બોલવાની કળા શીખી. 40 વર્ષના આમિર ખાને પણ 25 વર્ષના યુવાનની ભૂમિકા ભજવવા માટે પોતાની ફિટનેસને લઈને ઘણી મહેનત કરી હતી. આમિર આમ પણ તેની ઉંમર કરતા ઘણો નાનો લાગે છે. 16 વર્ષ પહેલા જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેની સફળતાએ બોલિવૂડની પેટર્ન બદલી નાખી. 'રંગ દે બસંતી' યુવાનો માટે દેશભક્તિનું આધુનિક પ્રતીક બની ગયું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર