...જ્યારે રણધીર કપૂરની કાર જોઈને હસી પડ્યો ભિખારી- ‘ફિલ્મમાં તો લાંબી ગાડી હોય છે!’

કરિશ્મા કપૂર, રણધીર કપૂર, કપિલ શર્મા

Randhir Kapoor with Kapil Sharma: કપિલ શર્મા (Kapil Sharma) સાથે વાત કરતી વખતે રણધીર કપૂરે (Randhir Kapoor) જણાવ્યું કે કઈ રીતે એક વખત ભિખારીએ ગાડીને લઈને તેમની મજાક ઉડાવી હતી કેમ કે, તેઓ નાની સાઈઝની ગાડી ચલાવી રહ્યા હતા.

 • Share this:
  મુંબઈઃ ટીવી કૉમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show)નો શનિવારે આવેલો એપિસોડ ખાસ રહ્યો. આ એપિસોડમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રણધીર કપૂર (Randhir Kapoor) પોતાની પુત્રી કરિશ્મા કપૂર (Karishma Kapoor) સાથે સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા. ત્યાં તેમણે કપૂર પરિવાર સાથે જોડાયેલી વાતો શેર કરી. શોમાં કરિશ્મા અને રણધીર કપૂરે કપિલ શર્મા (Kapil Sharma) તથા બાકી ટીમ સાથે મળીને ખૂબ મસ્તી અને હસી મજાક કર્યા તથા રણધીર કપૂર સાથે જોડાયેલા મજેદાર કિસ્સા પણ શેર કર્યા.

  શોના હોસ્ટ કપિલ શર્મા સાથે વાત કરતા રણધીર કપૂરે જણાવ્યું હતું કે કઈ રીતે એકવાર ભિખારીએ ગાડીને લઈને તેમની મજાક કરી હતી કેમ કે, તેઓ નાની ગાડી ચલાવી રહ્યા હતા. અને તે ભિખારીની વાત રણધીર કપૂરને એટલી લાગી આવી કે તેમણે તરત જ નવી કાર ખરીદી લીધી. રણધીર કપૂરે કહ્યું હતું કે, એ ભિખારીની વાતથી તેમનો ઈગો એટલો હર્ટ થયો કે તેમણે નવી કાર ખરીદી લીધી હતી.

  કપિલ શર્મા સાથે વાત કરતી વખતે રણધીર કપૂરે કહ્યું હતું કે, તે ભલે રાજ કપૂરના પુત્ર હતા પરંતુ તેમનો ઉછેર સામાન્ય બાળક જેવો જ થયો હતો અને તેમણે વર્ષો સુધી બસ અને ટ્રેનમાં મુસાફરી કરી હતી. જ્યારે તેઓ અભિનેતા બન્યા ત્યારે તેમણે નવી, પરંતુ નાની કાર ખરીદી હતી.

  પરંતુ એક દિવસ ભિખારીએ તેમની કારની સાઇઝની મજાક ઉડાવી અને રણધીર કપૂરને કહ્યું, ‘આવી ગાડીમાં ફરો છો તમે. ફિલ્મોમાં તો લાંબી ગાડી હોય છે.’ રણધીર કપૂરને આ વાત દિલ પર લાગી આવી અને તેમણે નવી કારનું લેટેસ્ટ મૉડલ ખરીદ્યું. આ માટે તેમણે પત્ની બબીતા કપૂર પાસેથી પણ અમુક પૈસા લીધા અને પ્રોડ્યૂસર્સ પાસેથી એડવાન્સ પેમેન્ટ લીધું. તે પછી તેઓ રાજ કપૂરને પોતાની નવી કાર બતાવવા ગયા.

  રાજ કપૂર, રણધીર કપૂર માટે રાજી હતા. પણ તેમણે પોતાના માટે એવી જ કાર ખરીદવાની ના પાડી દીધી. તેમણે દીકરા રણધીર કપૂરને કહ્યું કે, ‘બેટા, હું બસમાં પણ મુસાફરી કરીશ તો લોકો કહેશે રાજ કપૂર બસમાં બેઠો છે. આની તને જરૂર છે કે, લોકો ગાડીને જોશે અને તને પણ જોઈને કહેશે કે તે ગાડીમાં રણધીર કપૂર જઈ રહ્યો છે.’
  રણધીર કપૂરે પોતાના કરિયરની શરૂઆત લેખ ટંડનના અસિસ્ટન્ટ તરીકે કરી હતી. તે પછી તેમણે 1971માં ‘આજ કલ ઔર કલ’માં પોતાની એક્ટિંગ અને ડિરેક્ટોરિયલ ડેબ્યૂ કર્યું. તે પછી તેમણે અઢળક હિટ ફિલ્મોમાં કામ કર્યું. જવાની દિવાની, પોંગા પંડિત, જીત અને હાથ કી સફાઈ જેવી ફિલ્મો તેમની સફળ ફિલ્મોની નિશાની છે.
  Published by:Vinod Zankhaliya
  First published: