નાના રણધીર કપૂરે ભૂલથી પોસ્ટ કરી કરીના અને સૈફનાં બીજા દીકરાનો ફોટો, પછી...

નાના રણધીરે શેર કર્યો ફોટો

કરીના કપૂરનાં પિતા રણધીર કપૂરે ભૂલથી કરીનાનાં બીજા દીકરાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર કર્યો છે. રણધીર કપૂર (Randhir Kapoor)એ કરીના અને સૈફ (Kareena Kapoor and Saif Ali Khan Second Son)બીજા દીકરાનો ફોટો થોડા સમયમાં શેર કરી ડિલિટ કરી દીધો હતો.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેનાં બીજા દીકરાને જન્મ આપ્યો છે. કરીના અને સૈફ અલી ખાન (Saif Ali Khan)એ 21 ફેબ્રુઆરીનાં તેમનાં બીજા બાળકને જન્મ આપ્યો જ્યારથી કરીના કપૂર બીજી વખત માતા (Kareena Kapoor Second Child) બની છે. આ વચ્ચે કરીના કપૂરનાં પિતા રણધીર કપૂરે ભૂલથી કરીનાનાં બીજા બાળકની તસવીર સોશિયલ મીડિયા પર ભૂલથી શેર કરી દીધી હતી. જોકે આ વાતની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું કે આ જે ફોટો છે તે કરીનાનાં બીજા બાળકનો છે.

  રણધીર કપૂરે કરીના ને સૈફનાં બીજા દીકરાની તસવીર શેર કર્યાનાં થોડા સમયમાં જ ડિલીટ કરી દીધી. પણ આ વચ્ચે તે ફોટો ડિલીટ કરતાં પહેલાં જ લોકોની નજર તેનાં પર પડી હતી. રણધીરે બાળકનો એક ફોટો કોલાજ મુક્યો હતો. જે જોઇને સૌ કોઇ માનવા લાગ્યા કે આ તસવીર કરીના અને સૈફાં બીજા બાળકની છે.  આપને જણાવી દઇએ કે, કરીના કપૂર પહેલી વખત માતા બની હતી તો તેમણે તૈમૂરને ફેન્સથી છુપાવ્યો ન હતો. જ્યારે હવે બીજા બાળકને તેઓએ હજૂ જાહેર કર્યો નથી. કરીના પણ અવાર નવાર દિવસો તૈમૂરની ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેણે તેનાં બીજા બાળકનું નામ પણ હજુ સુધી જાહેર કર્યું નથી.
  Published by:Margi Pandya
  First published: