કોરોના પોઝિટિવ રણધીર કપૂરને વિશ્વાસ, 'થોડા સમયમાં ઘરે પરત ફરશે, ન પડી ઓક્સિજનની જરૂર'

કોરોના પોઝિટિવ રણધીર કપૂરને વિશ્વાસ, 'થોડા સમયમાં ઘરે પરત ફરશે, ન પડી ઓક્સિજનની જરૂર'
રણધીર કપૂરે કહ્યું હતું, 'મારી તબિયત સુધરી રહી છે અને હું જલ્દીથી ઘરે આવી જઈશ. મારે ઓક્સિજનની પણ જરૂર પડી નહોતી, કારણ કે મને ક્યારેય શ્વાસ લેવામાં તકલીફ પડી નહોતી. મને ખાલી તાવ હતો.'

રણધીર કપૂરે કહ્યું હતું, 'મારી તબિયત સુધરી રહી છે અને હું જલ્દીથી ઘરે આવી જઈશ. મારે ઓક્સિજનની પણ જરૂર પડી નહોતી, કારણ કે મને ક્યારેય શ્વાસ લેવામાં તકલીફ પડી નહોતી. મને ખાલી તાવ હતો.'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોનાનો કેર આખા દેશમાં જોવા મળી રહ્યો છે. મોટા મોટા સ્ટાર્સ પણ તેનાંથી અછૂતા નથી રહ્યાં. બોલિવૂડના અનેક સેલેબ્સ કોવિડ 19નો ભોગ બન્યા છે. તો ઘણાં એવાં સેલિબ્રિટીઝ પણ છે જેમણે કોરોના વાયરસને કારણે તેમનો જીવ ગુમાવ્યો છે. હાલમાં જ કરિશ્મા તથા કરીના કપૂરના પિતા અને બોલિવૂડ એક્ટર રણધીર કપૂર કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તેમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ICUમાં છે. તાજેતરમાં જ રણધીર કપૂરે પોતાની તબિયત અંગે વાત કરી હતી.

  ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં રણધીર કપૂરે કહ્યું હતું કે તેમની તબિયત સુધારા પર છે અને તે ટૂંક સમયમાં ઘરે આવી જશે. રણધીર કપૂરે કહ્યું હતું, 'મારી તબિયત સુધરી રહી છે અને હું જલ્દીથી ઘરે આવી જઈશ. મારે ઓક્સિજનની પણ જરૂર પડી નહોતી, કારણ કે મને ક્યારેય શ્વાસ લેવામાં તકલીફ પડી નહોતી. મને ખાલી તાવ હતો.' આપને જણાવી દઇએ કે, રણધીર કપૂરે વેક્સિનના બે ડોઝ લીધા હતાં છતા તેઓ કોરોનાની ચપેટમાં આવી ગયા હતાં.
  આ પહેલાં રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને ખ્યાલ નથી કે તે કેવી રીતે કોરોનાનો ભોગ બન્યાં. તેમણે પોતાના સ્ટાફ સહિત તમામનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમાંથી પાંચ સ્ટાફ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા છે. આ પાંચેય લોકોને કોકિલાબેન હોસ્પિટલમાં જ એડમિટ કરવામાં આવ્યા છે.

  Published by:Margi Pandya
  First published:May 02, 2021, 16:36 IST

  ટૉપ ન્યૂઝ