ખબર પાક્કી છે.. સૈફ- કરીનાનાં નાના દીકરાનું નામ 'જેહ', નાના રણધીર કપૂરે કર્યું કન્ફર્મ

File Photo

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ ભલે તેનાં નાના દીકરાનું નામ હજુ સુધી જાહેર કર્યુ નથી. પણ તેનાં પિતા અને એક્ટર રણધીર કપૂર (Randhir Kapoor)એ કન્ફર્મ કરી દીધુ છે કે, સૈફ અને કરીનાએ નાના દીકરાને ઘરમાં 'જેહ' નામ દઇને બોલાવે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ જ્યારે બીજા દીકરાને જન્મ આપ્યો, તે બાદ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને બેબોનાં ફેન્સ ને જાણવા માટે આતુર છે. આખરે બંનેએ તેમનાં નાના દીકરાને નામ આપ્યું છે. લોકોની વચ્ચે નામ જાણવાની ઇચ્છા હતી. કારણ કે, સૈફ-કરીનાનાં મોટા દીકરા તૈમૂરનું નામ લઇ ઘણો બબાલ થઇ ગયો હતો.અધિકૃત રીતે સૈફ અને કરીનાએ ન તો દીકરાનું નામ જણાવ્યું છે. અને ન ફક્ત દીકરાનો ચહેરો જાહેર કર્યો છે. પણ હાલમાં જ સૈફીનાનાં બીજા દીકરાનું નામ લઇ ઘણી ચર્ચામાં છે. કહેવાય છે કે, કપલે તૈમૂર અલી ખાને ભાઇને જેહ (Jeh) નામ આપ્યું છે. જોકે, તૈમૂરનાંનાના રણધીર કપૂર (Randhir Kapoor)એ સત્ય જણાવતા નામ પર મોહર લગાવી દીધી છે. કે તૈમૂરનાં નાના ભાઇનું નામ 'જેહ' છે.

  કરીના કપૂર ખાને (Kareena kapoor Khan)ભલે તેનાં નાના દીકરાનું નામ ફેન્સને હજુ સુધી ન જણાવ્યું હોય, પણ તેનાં પિતા અને એક્ટર રણધીર કપૂર (Randhir Kapoor)એ કન્ફર્મ કરી દીધુ છે. સૈફ અને કરીનાનાં દીકરાને ઘરમાં 'જેહ' નામથી ઓળખાય છે. ઇટાઇમ્સની ખાસ વાતચીતમાં તેણે કહ્યું કે, એક અઠવાડિયા પહેલાં જ બાળકનું નામ ફાઇનલ થયુ છે.  આ વર્ષે ફેબ્રુઆરીમાં તૈમૂર અલી ખાનનાં નાના ભાઇનો જન્મ થયો છે. 'જેહ' ઇબ્રાનીમાં ખુદાનું નામ છે. આ નામનો લેટિન અર્થ થાય છે. 'બ્લૂ ક્રેસ્ટેડ બર્ડ'. ખબર તો એ છે કે, સૈફ તેનાં પિતાનું નામ નાના દીકરાને આપવાં ઇચ્છતો હતો. તે પિતા ંસૂર અલી ખાન પટૌડીનાં નામ પર નાના દીકરાનું નામ મંસૂર રાખવા ઇચ્છતો હતો. જોકે, હજુ સ્ટાર કપલ તરફથી આ નામની અધિકૃત જાહેરાત થઇ નથી.

  કરીનાએ 21 ફેબ્રુઆરીનાં બીજા દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાનો જન્મ 8 માર્ચનાં દીકરાને એક ઝલક થઇ હતી. દીકરો કોના જેવો દેખાય છે તે અંગે સારાએ કહ્યું હતું કે, તેની સ્માઇલ મારા જેવી છે.

  આપને જણાવી દઇએ કે, કરીના- સૈફનાં દીકરાને મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો હતો. કરીનાએ સોશિયલ મીડિયા પર તેનાં દીકરાની તસવીરો શેર કરી છે. પણ તેનો ચહેરો હજુ સુધી સામે આવ્યો નથી. હાલમાં જ તેણે તેની પ્રેગ્નેન્સી બૂકની જાહેરાત કરી છે. તેની આબૂકનું નામ પ્રેગ્નેન્સી બાઇબલ છે.
  Published by:Margi Pandya
  First published: