રણદીપ હુડ્ડા માાયવતી પર જાતિવાદી-સેક્સિસ્ટ કમેન્ટ કરી ખરાબ રીતે ફસાયો, થઇ રહ્યો છે TROLL

File Photo

માયાવતી (Mayawati) અંગે આ ભદ્દી મજાક અંગે બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda) નેટિઝનાં એક વર્ગનાં નિશાને આવી ગયો છે. એક્ટરનો વીડિયોને જોઇ લોકો નારાજ થઇ રહ્યાં છે અને માફી માંગવા કહી રહ્યાં છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઘણી વખત અમે બોલતા બોલતા કંઇક એવું કહી જઇએ છીએ કે, આપણે લોકોનાં ગુસ્સાનો શીકાર થવું પડે છે. હાલમાં એક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda)એ ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતી (Mayawati) વિરુદ્ધ કંઇક એવું કહ્યું કે, જેને કારણે સોશિયલ મીડિયા (social Media) પર લોકો તેનાં પર ભડકી રહ્યાં છે. તેને BSP સુપ્રીમો માયાવતીનું નામ લઇ 'સેક્સિસ્ટ' અને ' જાતિવાદી' મજાક કર્યો છે. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રણદીપનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને જલ્દી જ માફી માંગવા કહી રહ્યાં છે.

    માયાવાતી (Mayawati) અંગે આ ભદ્દા મજાક માટે બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda) નેટિઝનાં એક વર્ગનાં નિશાને આવી ગયો છે. એક્ટરે જે વીડિયો વાયરલ કર્યો છે. તેમાં તે ત્યાં હાજર દર્શકોને કહે છે કે, તે તેમને એક 'ડર્ટી જોક' સંભળાવવાં ઇચ્છે છે, વીડિયો માયાવતી 2 બાળકોની સાથે જઇ રહી છે. આ દરમિયાન એખ વ્યક્તિ તેને પુછે છે કે, આ બાળકો જોડકા છે? તો માયાવતીએ કહ્યું કે, ના એક ચાર વર્,નો છે અને બીજો આઠ વર્ષનો છે. અહીં સુધી તો બધુ બરાબર હતું. પણ તે બાદ તેઓ જે કહે છે તે લોકોને જરાં પણ પસંદ નથી આવ્યું.

    વીડિયો શેર કરતાં તેણે કહ્યું કે, એક યૂઝરે ટ્વિટ કરી અને કહ્યું કે, 'રણદીપ હુડ્ડા એક એવી દલિત મહિલાઓ અંગે વાત કરે છે જે ઉત્પીડિતો માટે અવાજ ઉઠાવી રહી છે. અન્ય યૂઝરે તેને જાતિવાદી અને સેક્સિસ્ટ કમેન્ટ કહી છે. તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે, 'રણદીપ હુડ્ડા, આ જણાવે છે કે, આ કેટલાં સેક્સિસ્ટ, જાતિવાદી અને મુર્ખ છો.'



    if this does not explain how casteist and sexist this society is, especially towards dalit women, i don’t know what will. the “joke”, the audacity, the crowd. randeep hooda, top bollywood actor talking about a dalit woman, who has been the voice of the oppressed. pic.twitter.com/lVxTJKnj53

    — Agatha Srishtie 🌸 please DM with SOS tweets (@SrishtyRanjan) May 25, 2021

    ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ તેનાં સમર્થક છે જે તેને આયરન લેડી કહે ચે. અને રાજ્યોમાં તેમનાં દમ પર સરકાર બનાવવા અંગે તેની દરેક વખાણ કરે છે. એવામાં રણદીપ હુડ્ડાને આ જોક ભારી પડી શકે છે.

    વર્કફ્રન્ટની વાત કરીએ તો રણદીપ હુડ્ડાએ હાલમાં જ સલમાન ખાનની સાથે રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇમાં નજર આવ્યો હતો. તેમાં તે વિલન હતો.
    Published by:Margi Pandya
    First published: