Home /News /entertainment /

પૂર પીડિતોની મદદ માટે કેરળ પહોંચ્યો રણદીપ હુડ્ડા

પૂર પીડિતોની મદદ માટે કેરળ પહોંચ્યો રણદીપ હુડ્ડા

ખાલસા ગ્રૃપ સાથે પૂર પીડિતોની મદદ કરતો રણદીપ હુડ્ડા

રણદીપ હુડ્ડા આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ બેટલ ઓફ સરાગઢી માટે શિખ લૂકમાં નજર આવી રહ્યા છે. આ ફિલ્મને રાજકુમાર સંતોષી નિર્દેશિત કરી રહ્યા છે.

    કેરળમાં આવેલા પૂરથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. દેશભરમાંથી અનેક સરકારી અને બિન સરકારી સંસ્થાઓ અહીં રાહતમાં જોડાય ચુકી છે. બોલીવૂડના તમામ સેલેબ્સ કેરળની મદદ માટે આગળ આવ્યા છે. તેમાં શાહરૂખ ખાન, સુશાંત સિંહ રાજપૂત અને અમિતાભ બચ્ચન તો સામેલ છે. હવે રણદીપ હુડ્ડાનું નામ પણ આ લિસ્ટમાં જોડાયેલું છે. રણદીપે ઓનલાઇન સપોર્ટ કરવાને બદલે જાતે જ કેરળ જઇને મદદ કરવાનો નિર્ણય કર્યો છે.

    તાજેતરમાં ખાલસા એડ ગ્રૂપ દ્વારા સોશ્યલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં રણદીપ હુડ્ડા શિખ લૂકમાં બાળકોને ભોજન આપતો નજર આવી રહ્યો છે. કેરળની મદદ માટે રણદીપ ખાલસ એન્ડ ટીમ જોડાયેલ છે.



    આ પહેલાં પણ રણદીપ સોશિયલ વર્કર સાથે જોડાયેલ રહ્યો છે. તેમણે મુંબઈના એન્વાયરમેન્ટ એક્ટીવિસ્ટ અફરોઝ શાહ સાથે મળીને મુંબઈના પ્લાસ્ટિક વેસ્ટ મુક્ત બનાવવા માટે પણ કામ કર્યું હતું.

    રાંદીપ આ દિવસોમાં શિખ લૂકમાં જ નજર આવી રહ્યો છે. તેની પાછળનું કારણ છે તેમની આગામી ફિલ્મ 'બેટલ ઓફ સારાગઢી.' આવનારી છે. તેને રાજકુમાર સંતોષી નિર્દેશિત કરી રહ્યા છે
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Victims

    આગામી સમાચાર