Home /News /entertainment /

HBD Randeep Hooda: તનતોડ મહેનત કરી છે રણદીપે, ડ્રાઈવરથી લઈને વેટર સુધીનાં કરી ચુક્યો છે કામ

HBD Randeep Hooda: તનતોડ મહેનત કરી છે રણદીપે, ડ્રાઈવરથી લઈને વેટર સુધીનાં કરી ચુક્યો છે કામ

@RandeepHuda instagram

વિદેશમાં ભણવા અને ત્યાંના ખર્ચને પહોંચી વળવા માટે રણદીપ હુડ્ડાને ઘણા પ્રકારના કામ કરવા પડતા હતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં રહેવું તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું. તે જ સમયે તેમણે ડ્રાઈવરથી લઈને વેઈટર સુધીની નોકરી કરવી પડી હતી.

વધુ જુઓ ...
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda) ફિલ્મ ઉદ્યોગમાં પોતાના ટફ રોલ માટે જાણીતા છે. તાજેતરમાં રણદીપ સલમાન ખાનની ફિલ્મ 'રાધે'માં જોવા મળ્યા હતા. આજે એટલે કે 20 ઓગસ્ટના રોજ રણદીપ હુડ્ડા પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 20 ઓગસ્ટ 1976ના રોજ હરિયાણાના રોહતક ખાતે થયો હતો. તેઓ ફિલ્મોમાં આવતા પહેલા મોડેલિંગ તેમજ અને થિયેટરમાં કામ કરતા હતા.

આ પણ વાંચો-Kapil Sharma: ઇન્ડિયન આઇડલનાં ઓડિશનમાં રિજેક્ટ થઇ ચુક્યો છે કપિલ, બોલ્યો- મને હતું કે...

રણદીપ હુડ્ડા (Randeep Hooda)એ પ્રારંભિક શિક્ષણ સોનીપતની મોતીલાલ નહેરુ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેમનું એડમિશન દિલ્હીની પ્રખ્યાત સ્કૂલ ડીપીએસ આરકે પુરમમાં થયું હતું. તેમણે મેલબોર્નથી માર્કેટિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને બિઝનેસ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. વિદેશમાં ભણવા અને ત્યાંના ખર્ચને પહોંચી વળવા માટે રણદીપ હુડ્ડાને ઘણા પ્રકારના કામ કરવા પડતા હતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં રહેવું તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું. તે જ સમયે તેમણે ડ્રાઈવરથી લઈને વેઈટર સુધીની નોકરી કરવી પડી હતી.

આ પણ વાંચો-CNNની મહિલા પત્રકારનો આ વીડિયો દર્શાવે છે કાબૂલની પરિસ્થિતિ, તેને પણ રિપોર્ટિંગ છોડી ભાગવું પડ્યું

રણદીપ હુડ્ડાએ વર્ષ 2001માં મીરા નાયરની ફિલ્મ 'મોનસૂન વેડિંગ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, મુખ્ય અભિનેતા તરીકે તેઓ રામ ગોપાલ વર્માની ફિલ્મ 'ડી' માં જોવા મળ્યા હતા. ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' (2010) તેમની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઇ હતી. તેમણે 'જન્નત 2', 'સરબજીત', 'સુલતાન', 'સાહિબ બીવી ઔર ગેંગસ્ટર', 'રંગરસિયા', 'હાઇવે' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.




રણદીપે ફિલ્મ 'સરબજીત'માં બોડી ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી. તેમણે સરબજીતની ભૂમિકા ભજવવા માટે સખત મહેનત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે માત્ર 28 દિવસમાં પોતાનું વજન 18 કિલો ઘટાડ્યું હતું. આ માટે તેની બહેન અને વ્યવસાયે ડોક્ટર અંજલિ હુડ્ડાએ તેમની મદદ કરી. કહેવાય છે કે વજન ઘટાડવા માટે તેમણે કેલરી અને કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુઓ ખાવાનું છોડી દીધું હતું. એટલું જ નહીં, કેલરી ઘટાડવા માટે તેમણે ઘોડેસવારી પણ કરી હતી.
Published by:Margi Pandya
First published:

Tags: Randeep Hooda, Randeep Hooda B'Day

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन