Home /News /entertainment /રણબીર કપૂર પિતા બનતા જ થઇ ગયો ઇમોશનલ, પહેલીવાર દીકરીને હાથમાં લીધા બાદ આવું હતું રિએક્શન

રણબીર કપૂર પિતા બનતા જ થઇ ગયો ઇમોશનલ, પહેલીવાર દીકરીને હાથમાં લીધા બાદ આવું હતું રિએક્શન

દીકરીને જોઈને રણબીર કપૂર ઈમોશનલ થઈ ગયો

Ranbir Kapoor Reaction As He Held Daughter First Time: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે હાલમાં જ દીકરીને જન્મ આપ્યો છે. હવે એક સૂત્રએ જણાવ્યું છે કે જ્યારે રણબીરે તેની લાડલીને પ્રથમ વખત તેના હાથમાં લીધી ત્યારે 'બ્રહ્માસ્ત્ર' એક્ટરનું રિએક્શન કેવુ હતું.

વધુ જુઓ ...
    Alia ranbir baby : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે નાનકડી પરીનું આગમન થયું છે. એક્ટ્રેસે 6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો, જેની જાણકારી તેણે તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી. આલિયા ભટ્ટે સિંહ અને તેના પરિવારનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, "અને આ અમારા જીવનના સૌથી સારા સમાચાર છે. અમારું બાળક અહીં છે અને તે કેટલી જાદુઈ છોકરી છે. અમે પ્રેમ અને ખુશીથી ભરપૂર છીએ."

    આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘરે પારણુ બંધાયાના સમાચાર આવતાની સાથે જ ફેન્સ તેમજ સેલિબ્રિટી પણ તેમને અભિનંદન આપી રહ્યા છે. હવે તાજેતરમાં જ એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે રણબીર કપૂરે પ્રથમ વખત તેની નાનકડી પરીને જોયા પછી કેવું રિએક્શન આપ્યું હતું.

    આ પણ વાંચો :  નિક્કી તંબોલીના હૉટ ફિગરે વધાર્યો ઇન્ટરનેટનો પારો, ડીપનેક પર અટકી ફેન્સની નજર

    આલિયા ભટ્ટની પોસ્ટ





    દીકરીને જોઈને રણબીર કપૂર ઈમોશનલ થઈ ગયો


    સૂત્રએ ઉમેર્યું, "અમે રણબીરને આટલો ખુશ ક્યારેય જોયો નથી. તે સામાન્ય રીતે શાંત અને કંપોઝ રહે છે પરંતુ તેની દીકરીને જોઈને, જ્યારે તેણે તેની પુત્રીને પહેલીવાર હાથમાં લીધી હતી ત્યારે તે તેનો ઉત્સાહ, આનંદ અને આંસુને રોકી શક્યો નહીં. રણબીરને જોઈને ત્યાં હાજર દરેક લોકો રડવા લાગ્યા.

    આ પણ વાંચો : રણબીરના પિતા બનવા પર તેની 3 એક્સ-ગર્લફ્રેન્ડે આપ્યા રિએક્શન, એકે તો વ્યક્ત કરી આવી ઇચ્છા

    જણાવી દઇએ કે મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં રવિવારે આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો હતો. આલિયા માતા બન્યા બાદ બોલિવૂડ સ્ટાર્સના રિએક્શન આવવા લાગ્યા હતા. નવી માતાને શુભેચ્છા પાઠવતા પ્રિયંકા ચોપરાએ કહ્યું કે પેરેન્ટહુડમાં તમારું સ્વાગત છે. તો ત્યાં ફઇ બનેલી કરીનાએ લખ્યું કે હું નાની આલિયાને મળવા માટે રાહ જોઈ શકતી નથી.



    તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન આ વર્ષે 14 એપ્રિલે થયા હતા. લગ્નના બે મહિના બાદ આલિયાએ પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. હવે નવેમ્બરમાં એક્ટ્રેસે પુત્રીને જન્મ આપ્યો છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Alia Bhatt, Ranbir Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन