Home /News /entertainment /

ફૂટબોલ પ્રેમી રણબીર કરવા માંગે છે કોઇ આવી બાયોપિક

ફૂટબોલ પ્રેમી રણબીર કરવા માંગે છે કોઇ આવી બાયોપિક

    ફૂટબોલ પ્રેમી રણબીર કપૂર એથલીટની બાયોપિકમાં કામ કરવા માગે છે. રણબિરનું કહેવું છે કે તે એક સ્પોર્ટ્સ સેન્ટ્રિક ફિલ્મ કરવા ઈચ્છે છે, જે કોઇ એથલીટને પ્રેરણા આપે તેવી કહાની હોય. હાલ રણબીરે જણાવ્યુ કે તે કઇ એથલીટ પર બેસ્ટ ફિલ્મ કરવા માંગે છે.

    જ્યારે રણબીરને પૂછવામાં આવ્યું કે તે સ્પોર્ટસ પર્સનની બાયોપિકમાં કામ કરશે ? રણબીરે કહ્યું કે તે ખુબ જ મુશ્કેલ સવાલ છે. અમારા દેશમાં ઘણા એથલિટ્સ છે. અને તમામના જીવનની પ્રેરણા આપે છે. હું અંગત રીતે કોઈ સ્પોર્ટ્સ સેંટ્રિક ફિલ્મ કરવા માંગુ છું. કોઈ એવા એથલીટ પર જેમાં દેશએ ગર્વ અનુભવ્યો હોય.

    આપને જણાવી દઇએ કે રણબીરને ફૂટબોલ રમત ખૂબ સારી લાગે છે. અને ચેરિટી માટે ફૂટબોલ મેચમાં ભાગ લે છે. રણબીર કપૂરનો આવા 18 બોલિવૂડ સેલિબ્રિટીઝમાં સમાવેશ થાય છે, જે સારા સ્ટાર ફૂટબોલ ક્લબનો ભાગ છે. તેમાં અભિષેક બચ્ચન, અર્જુન કપૂર, કાર્તિક આર્યન અને ડિનો મોરિયાનું નામ પણ સામેલ છે. આ તમામ મેજિક બસ ફાઉન્ડેશનને સપોર્ટ કરવા માટે ફ્રેન્ડલી મેચ રમે છે. આ સંસ્થા 2,000 બાળકોની જરૂરિયાત પૂરી પાડવા માટે કામ કરે છે.

    રણબીર પોતે પણ કહે છે, ફૂટબોલથી જોડાયેલી દરેક બાબત એએસએફસી મેમ્બર્સને ઉત્સાહિત કરે છે. એક વ્યૂઅર તરીકે પણ આ ખૂબ સારી ગેમ છે. આ પ્લેયર્સને પણ એક્સાઈટ કરે છે અને શ્રોતાઓને પણ.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Athlete, Biopic, Ranbir Kapoor

    આગામી સમાચાર