Ranbir Kapoor Smoking: રણબીર કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં શક્તિ કપૂરની દિકરી શ્રદ્ધા કપૂર સાથે રણબીર કપૂરની જોડી લોકોને ખૂબજ પસંદ આવી રહી છે, અને પહેલીવાર બંને પોતાની કેમેસ્ટ્રીથી ફેન્સના દિલ જીતવામાં સફળ રહ્યાં છે. આ દરમિયાન, અભિનેતા તેના એક નિવેદનને લઈને પણ ચર્ચામાં છે, જે તેના બાળપણ સાથે સંબંધિત છે.
મુંબઈઃ રણબીર કપૂર તેની ફિલ્મ (Tu Jhoothi Mai Makkar) 'તુ જુઠી મૈ મક્કાર'ને કારણે હાલ ચર્ચામાં છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે મળીને તે હાલ ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યો છે. તાજેતરમાં, 'તુ જૂઠી મેં મક્કાર'ના પ્રમોશન દરમિયાન, રણબીરે તેના બાળપણના દિવસો સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા.
અભિનેતાએ જણાવ્યું હતુ કે, તે નાનો હતો ત્યારથી જ તેણે સ્મોકિંગ ((Ranbir Kapoor Smoking) કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ, તેણે આ વાત તેના પરિવારના સભ્યોથી છુપાવી હતી. પરંતુ, એકવાર તેની માતા અને બોલિવૂડ અભિનેત્રી નીતુ કપૂરે તેને ધૂમ્રપાન કરતા રંગે હાથે પકડ્યો હતો. રણબીરને આ રીતે સ્મોકિંગ કરતા જોઈને નીતુ કપૂર ભાંગી પડી હતી.
રણબીર કપૂરે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આરજે સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં આ ઘટનાનો ખુલાસો કરતા તેણે જણાવ્યું હતુ કે, જ્યારે તે બાળપણમાં ધૂમ્રપાન કરતા પકડાયો ત્યારે તેની માતાની પ્રતિક્રિયા શું હતી. જે અંગે રણબીર કહ્યું કે, 'મેં તેમને ક્યારેય આટલી અપસેટ જોઈ ન હતી. જ્યારે મારી માતાને ખબર પડી કે, હું ધૂમ્રપાન કરું છું, એ દિવસ મારા માટે જીવનનો સૌથી ખરાબ દિવસ હતો.
રણબીરે આગળ કહ્યં કે, 'તેમને લાગ્યું કે હું હેરોઈન લઈ રહ્યો છું, જોકે, તમને ખરાબ લાગશે. પછી હું ગયો અને તેમની પાસે મેં માફી માંગી, પરંતુ, મને લાગે છે કે માતા-પિતા ક્યાંક હાર માની લે છે. જોકે, તે વખતે તેણે એ પણ સ્વીકાર્યું કે, તે તેની માતા સાથે સૌથી વધારે ખોટું બોલ્યો છે. જોકે, તે પોતાને પણ તેમની સૌથી નજીક માને છે. આ પહેલા પણ ઘણા ઈન્ટરવ્યુમાં અભિનેતા પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરતો જોવા મળ્યો છે.
જોકે, ફિલ્મ તુ જૂઠી મેં મક્કર હોળીના દિવસે એટલે કે 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોનું દિલ જીતી રહી છે. ફિલ્મમાં ડ્રામા, રોમાન્સથી લઈને એક્શન બધું જ છે. એટલે કે, આ સંપૂર્ણ મસાલા ફિલ્મ છે, જેનું નિર્દેશન લવ રંજન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે, અને આ પહેલીવાર છે, જ્યારે બંનેની જોડી હીટ બની છે. આ સિવાય ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ મહત્વના રોલમાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર