રણબીર કપૂરની બહેન પર લાગ્યો ચોરીનો આરોપ!

'ડાયટ સબ્યા' અકાઉન્ટ પરથી ઘણાં ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે રિદ્ધિમાની ડિઝાઇનને ફરજી અને કોપી જણાવી છે. આ મામલે હજુ સુધી રિદ્ધિમા તરફથી કોઇ જ નિવેદન આવ્યુ નથી

News18 Gujarati
Updated: November 26, 2018, 6:43 PM IST
રણબીર કપૂરની બહેન પર લાગ્યો ચોરીનો આરોપ!
રણબીર કપૂર, એક્ટર
News18 Gujarati
Updated: November 26, 2018, 6:43 PM IST
મુંબઇ: બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે હાલમાં જ તેની જ્વેલરીનું નવું ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કર્યુ હતું. જેમાં તેણે મોતી અને ડાયમંડની ઇયર રિંગ્સનું કલેક્શન લોન્ચ કર્યુ હતું. બાકી તો બધુ જ બરાબર હતું પણ એક ખાસ જોડી ઇયર રિંગને કારણે રિદ્ધિમા પર ડિઝાઇન ચોરીનો આરોપ લાગ્યો છે. આ આરોપ 'ડાયટ સબ્યા'  નામનાં એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા લગાવવામાં આવ્યો છે.

'ડાયટ સબ્યા'એ બે તસવીર શેર કરતાં રિદ્ધિમા પર આરોપ લગાવ્યો છે કે તેનો દાવો છે કે અસલમાં આ ડિઝાઇન 'કોકીચી મિકીમોટો'ની છે. રિદ્ધિમાએ ન ફક્ત ડિઝાઇન પણ તસવીર પણ મિકીમોટોની વેબસાઇટ પરથી ઉઠાવી છે. 'ડાયટ સબ્યા'એ બંને તવસીર શેર કરી છે. જેમાં તેણે એક ઇયરિંગ દેખાય છે અને બીજીમાં રિદ્ધિમાની પોસ્ટ નજર આવે છે.
 

Loading...
View this post on Instagram
 

The legendary Kokichi Mikimoto is known in the pearl world as the ‘King of Pearls’. His ‘cultured pearls’ —patented in 1916 — is a benchmark for the industry at large. So, naturally ‘Jewellery designer of the year’, @riddhimakapoorsahniofficial couldn’t help herself from selling the iconic Mikimoto pearl and diamond earrings under her namesake label. If this is not #gutsontoast, we don’t know what is! . . #gandi #dietsabya #copy # #riddhimakapoorsahni #mikimoto #mikimotopearls


A post shared by Diet Sabya (@dietsabya) on


આ પોસ્ટ પર તેણે લખ્યુ છે કે, કોકોચી મિકીમોટો દુનિયામાં 'પર્લ કિંગ' નામથી જાણીતો છે. વર્ષ 1916થી તે કામ કરે છે આ બ્રાન્ડ ઇન્ડસ્ટ્રીમાં એક બેંચમાર્ક છે. કદાચ એટલે જ 'જ્વેલરી ડિઝાઇનર ઓફ ધ યર' રિદ્ધિમા કપૂર આ ડિઝાઇનને પોતાની બ્રાન્ડ નેમ સાથે વેચતા પોતાને રોકી ન શકી.

'ડાયટ સબ્યા'ની આ પોસ્ટ બાદ ઘણાં ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે રિદ્ધિમાની ડિઝાઇનને ફરજી અને કોપી જણાવી છે. આ મામલે હજુ સુધી રિદ્ધિમા તરફથી કોઇ જ નિવેદન આવ્યુ નથી
First published: November 26, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...