યશરાજ ફિલ્મ્સે રણબીર કપૂરને આપી Birthday Gift, તમે જોયો કે નહીં શમશેરાનો first look?

ફિલ્મમાં વાણી કપૂર શમશેરા એટલે કે રણબીરની પ્રેમિકાની ભૂમિકા ભજવતી નજરે પડવાની છે.

ફિલ્મમાં વાણી કપૂર શમશેરા એટલે કે રણબીરની પ્રેમિકાની ભૂમિકા ભજવતી નજરે પડવાની છે.

 • Share this:
  બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે (Ranbir Kapoor in Shamshera) 28 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે  તેના જન્મ દિવસના અવસર પર યશરાજ ફિલ્મ્સે ( Yashraj films) રણબીરને એક ખાસ ગિફ્ટ આપી છે. રણબીર કપૂરના ચાહકોને પણ પોતાના મનગમતા સેલેબના જન્મદિવસની ખાસ ભેટ મળી ગઈ છે. મંગળવારે રણબીર કપૂર અભિનીત શમશેરાનો ફર્સ્ટ લુક (Shamshera First Look) રિલીઝ કરવામાં આવ્યો છે. રણબીર કપૂર અભિનીત આ ફિલ્મની (Shamshera Release Date ) ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

  યશરાજ ફિલ્મ્સ તરફથી રણબીરની આગામી ફિલ્મ માર્ક ઓફ શમશેરાનો ફર્સ્ટ લૂક આજે રીલઝ કરવામાં આવ્યો છે. રણબીર પોતાની આ ફિલ્મને લઈને ઘણો જ ઉત્સાહિત છે. મોટાભાગની ફિલ્મોમાં રણબીર ચોકલેટી હીરો તરીકે નજર પડતો હોય છે. પણ આ ફિલ્મમાં રણબીરનો લૂક તેની પાછલી ફિલ્મો કરતા અલગ જ દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં લાંબા વાળ અને પોતાના ડિફરન્ટ લૂકને કારણે તે યોદ્ધા જેવો દેખાઈ રહ્યો છે.

  ખાસ વાત એ છે કે, આ ફિલ્મ એક્શન અને રોમાંચથી ભરપૂર હશે. આ એક્શન પીરીઓડિક ફિલ્મ છે. જેનું નિર્દેશન કરણ મલ્હોત્રા દ્વાર કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણબીરની સાથે સંજય દત્ત અને વાણી કપૂર લીડ રોલમાં નજરે પડવાના છે. રણબીરની ફિલ્મ શમશેરાના નામની સાથે સાથે તેની ટેગલઇન પણ દમદાર છે. ફિલ્મની પંચલાઇન ફિલ્મની સ્ટોરી વિશે ઘણું બધુ કહી જાય છે.
  આ ફિલ્મ રણબીર કપૂર બેવડી ભૂમિકામાં નજરે પડવાનો છે. આ ફિલ્મ 1800ના દાયકાની ફિલ્મ છે. જેમાં લૂંટારૂ જનજાતિ વિશે અને સ્વતંત્રતામાં તેમના યોગદાનની માહિતી ફિલ્મમાં રજુ કરવામાં આવી છે. ફિલ્મમાં વાણી કપૂર શમશેરા એટલે કે રણબીરની પ્રેમિકાની ભૂમિકા ભજવતી નજરે પડવાની છે. જ્યારે સંજય દત્ત વિલનની ભૂમિકામાં જોવા મળશે.
  રણબીર કપૂર 9 વર્ષ બાદ યશરાજ બેનર સાથે જોડાવા જઇ રહ્યો છે. આ બેનર સાથે તેની છેલ્લી ફિલ્મ રોકેટ સિંહ-સેલ્સમેન ઑફ ધ યર હતી.
  આ અંગે રણબીર કપૂરે જણાવ્યું કે, ફિલ્મ મેકર કરણ મલ્હોત્રા સંપૂર્ણ રીતે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવા જઇ રહ્યા છે અને હું આ ચેલેન્જ માટે તૈયાર છુ.
  First published: