રણબીર કપૂરે VIDEO મેસેજમાં સંભળાવ્યો મજેદાર કિસ્સો, તો માતા નીતૂ બોલી ઉઠી, 'મેરા બચ્ચા'

(Photo- @viralbhayani/Instagram)

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર રિશી કપૂર (Rishi Kapoor) આ દુનિયાને અલવિદા કહે 11 મહિના થઇ ગયા છે. એવામાં સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) નાં આવનારા એપિસોડમાં તેની પત્ની નીતૂ કપૂર (Neetu Kapoor)ની સાથે રિશિ કપૂરને યાદ કરવામાં આવશે. આ એપિસોડમાં નીતૂ કપૂર તેનાં બંને બાળકો રણબીર કપૂર (Ranbir Kapoor) અને દીકરી રિદ્ધિમા કપૂર સાહની (Riddhima Kapoor Sahani)ની તરફથી આવેલો મેસેજ જોઇ ઘણી ભાવૂક થતી નજર આવે છે. એટલું જ નહીં રણબીર કપૂર શો પર તેની અને તેની બહેન સાથે જોડાયેલો કિસ્સો સંભળાવે છે. અને દીકરાનો વીડિયો મેસેજ જોઇ, નીતૂ અચાનક ચોકી જાય છે અને તેનાં મોઢેથી નીકળી પડે છે 'મેરા બચ્ચા'

  આ શોનાં આવનારા એપિસોડનો એક વીડિયો મીડિયા ફોટોગ્રાફર વિરલ ભયાનીએ શેર કર્યો છે. આ વીડિયોમાં રણબીર કપૂર તેનાં બાળપણનો કિસ્સો સંભળાવતા કહે છે કે, 'મને યાદ છે, જ્યારે હું અને મારી બહેન નાના હતાં ત્યારે મોમે રિદ્ધિમા અને મને ક્લાસિકલ સિંગિંગની ક્લાસમાં ભરતી કર્યા હતાં. તો જે અમારા ગુરુજી હતાં. તેમણે ક્લાસ બાદ મમ્મીને કહ્યું કે, આપની દીકરીને તો શીખવાડી શકીશ પણ આપનાં દીકરો છે તેને ન સુર કે તાલની સમજ છે. તો પ્લીઝ આપ તેને કરાટે ક્લાસમાં જ મુકો. કારણ કે તેનાંથી નહીં થઇ શકે.' આ સાંભલીને નીતૂ કપૂર હસી પડે છે.  તો તેની દીકરી રિદ્ધિમાએ માનાં વખાણ કરતાં કહ્યું કે, 'મા તમે અમારા પરિવારની આયરન લેડી છો. હું, અમે બધા આપને પ્રેમ કરીએ છીએ.'
  આપને જણાવી દઇએ કે, એક દિવસ પહેલાં જ રિશિ કપૂરનાં બંને બાળકો રણબીર અને રિદ્ધિમાએ પિતાની 11મી પ્રેયર મીટ પર પૂજા કરી હતી જેની તસવીર રિદ્ધિમાએ તેનાં ભાઇ રણબીર સાથે શેર કરી હતી જેમાં બને પિતા રિશિ કપૂર માટે પૂજા કરતાં નજર આવે છે.

  રિશિ કપૂર કેન્સરથી પિડાતા હતા અને 30 એપ્રિલ 2020નાં રિશિ કપૂરનું મુંબઇની હોસ્પિટલમાં નિધન થયું હતું.
  Published by:Margi Pandya
  First published: