Home /News /entertainment /આલિયા ભટ્ટની આ એક આદતથી કંટાળ્યો રણબીર કપૂર, જાહેરમાં જ જણાવી દીધું બેડરૂમ સીક્રેટ

આલિયા ભટ્ટની આ એક આદતથી કંટાળ્યો રણબીર કપૂર, જાહેરમાં જ જણાવી દીધું બેડરૂમ સીક્રેટ

રણબીર કપૂરે પોતાની પત્ની આલિયા ભટ્ટની એક આદત વિશે ખુલાસો કર્યો છે.

રણબીર કપૂરે (Ranbir Kapoor) પોતાની પત્ની આલિયા ભટ્ટ (Alia Bhatt)ની એક આદત વિશે ખુલાસો કર્યો છે, તેમની આ આદત બેડરૂમ સાથે જોડાયેલ છે.

બોલીવુડ અભિનેતા રણબીર કપૂર હાલ ફિલ્મ ‘તૂ ઝૂઠી મેં મક્કાર’ (Tu Jhoothi Main Makkaar)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સાથે કામ કરી રહ્યા છે. રણબીર કપૂરે (Ranbir Kapoor) પોતાની પત્ની આલિયા ભટ્ટ (Alia Bhatt)ની એક આદત વિશે ખુલાસો કર્યો છે, તેમની આ આદત બેડરૂમ સાથે જોડાયેલ છે.

આલિયા ભટ્ટ ખૂબ જ ઓર્ગેનાઈઝ્ડ છે, પરંતુ બેડરૂમની બાબતે તે વાત સાચી નથી. આલિયા ભટ્ટની તે આદત વિશે અહીં જણાવવામાં આવ્યું છે. રણબીર કપૂરે બોલીવુડ બબલ (Bollywood Bubble) સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આલિયાની અમુક આદતો સહન કરવી પડે છે, જેમાં તેની એક આદત છે- બાથરૂમની આદત. જ્યારે પણ તે બાથરૂમમાંથી બહાર આવે છે, તો ટુવાલ બેડ પર જ ફેંકી દે છે અને મેકઅપ રિમૂવર પણ આમ તેમ ફેંકી છે. આ કારણોસર જ્યારે પણ તે બાથરૂમમાંથી બહાર આવે છે, તો મને બધી જ બાજુ ગરબડ જ જોવા મળે છે. મારે તેની આ આદત સહન કરવી પડે છે.

આ પણ વાંચો:  પરણેલી હિરોઇન પર લટ્ટુ હતો સલમાન ખાન, ગર્લફ્રેન્ડની બહેનપણી હોવા છતાં હાથ ધોઇને પાછળ પડી ગયો અને...

રણબીર કપૂર જણાવે છે કે, ‘આલિયાએ આ બાબતે ઓર્ગેનાઈઝ્ડ થવાની જરૂર છે. આલિયા બધી બાબતે ઓર્ગેનાઈઝ્ડ છે, પરંતુ તેની બાથરૂમ આદત ખૂબ જ અજીબ છે.’ રણબીર કપૂરે તેની પુત્રી રાહા વિશે પણ વાત કરી હતી. છેલ્લે તેમણે રાહાનું ડાયપર ક્યારે બદલ્યું હતું, તે જણાવ્યું હતું. તેઓ જણાવે છે કે, કાશ્મીર જતા પહેલા તેમણે રાહાનું ડાયપર બદલ્યું હતું.

રણબીર કપૂરને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ ડાયપર બદલતા શીખ્યા છે? જેના જવાબમાં રણબીર કપૂર જણાવે છે કે, ‘હા મે નર્સને ડાયપર બદલતા જોઈ છે, તે એટલું પણ અઘરું નથી. આ બાબતે સાયન્સ પણ શામેલ છે.’

આ પણ વાંચો:  ટચૂકડું સ્કર્ટ પહેરીને 'કચ્ચા બાદામ' ગર્લે મટકાવી કમર, અંજલી અરોરાના બોલ્ડ Videoએ મચાવી સનસની



આ પહેલા તેમણે સિદ્ધાર્થ કનન સાથેના ઈન્ટરવ્યૂમાં ફેમિલી અંગે વાત કરી હતી. આ દરમિયાન તેઓ જણાવે છે કે, તેઓ નાના હતા ત્યારે તેમની માં નીતૂ કપૂરે તેમને સ્મોકિંગ કરતા સમયે રંગે હાથે પકડી લીધા હતા. જેના કારણે નીતૂ કપૂરને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. રણબીરને સ્મોકિંગ કરતા (Ranbir Kapoor Smoking) જોઈને નીતૂ કપૂર નિરાશ થઈ ગઈ હતી.
First published:

Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Bollywood Latest News, Ranbir Kapoor

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો