બનારસ પહોંચ્યો રણબીર કપૂર, PM મોદી વિશે કહી ખાસ વાત

News18 Gujarati
Updated: June 14, 2019, 10:47 AM IST
બનારસ પહોંચ્યો રણબીર કપૂર, PM મોદી વિશે કહી ખાસ વાત
રણબીર કપુર અને વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

રણબીર કપુર, આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ માટે બનારસમાં છે, જ્યાં તેમણે મીડિયા સાથે અનુભવ શેર કર્યા હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બૉલિવૂડના સુપરસ્ટાર રણબીર કપૂર આજકાલ બનારસની હવાઈ ખાઈ રહ્યાં છે. રણબીર પોતાની મિત્ર અને અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે આગામી ફિલ્મ 'બ્રહ્મમાસ્ત્ર'નું શૂટિંગ કરી રહ્યાં છે. રણબીરે બનારસમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. રણબીરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પોતાના મનની વાત કરી હતી.

બનારસની કાયાપલટ જોઈને રણબીરે પીએમ મોદીના વખાણ કર્યા હતા. રણબીરે કહ્યું હતું કે બનારસ ખૂબ જ બદલાઈ ગયું છે. ગંગા પણ સાફ થઈ છે અને તેના માટે પીએમ મોદીને ક્રેડિટ આપવી જરૂરી છે. મારા દિલમાં વડાપ્રધાન મોદી માટે ખૂબ જ આદર અને પ્રેમ છે. લોકોનો તેમના પ્રત્યેનો પ્રેમ મુંબઈમાં બેસીને સમજી શકાય નહીં.

આ પણ વાંચો :   તનુશ્રી દત્તા છેડછાડ મામલે નાના પાટેકર વિરુદ્ધ ન મળ્યાં પુરાવા

આલિયા ભટ્ટે પણ બનારસ વિશે પોતાના અનુભવો શેર કર્યા હતા. આલિયાએ કહ્યું હતું કે હું મારી જાતને બનારસ સાથે જોડી શકું છું. અહીંયા જે સંસ્કૃતિ છે અહીંયાના રીતરિવાજ સાથે હું મારી જાતને જોડી શકું છું. રણબીર આલિયા સાથે સાઉથના સુપર સ્ટાર નાગાર્જુન અને મોની રૉય કામ કરી રહ્યાં છે.

રણબીર અને આલિયા બનારસમાં કરી રહ્યાં છે આગામી ફિલ્મનું શૂટિંગ


આ પણ વાંચો :   બેબી બમ્પ સાથે આ એક્ટ્રેસે શેર કરી તસવીર
Loading...

ધર્મા પ્રોડક્શનની બ્રહ્માસ્ત્ર સૌથી મોંધી ફિલ્મ હોવાની ચર્ચાઓ છે. બૉલિવૂડની આ પ્રથમ ફિલ્મ હશે જે ત્રણ ભાગમાં રીલિઝ થશે. આ એક એડવેન્ચર ફિલ્મ છે, જેનાથી લોકોને ઘણી અપેક્ષાઓ રહેશે.

 
First published: June 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...