રણબીર કપૂરે નવાં વર્ષે કરી નવી ફિલ્મની જાહેરાત, સામે આવ્યો 'Animal'નો પહેલો VIDEO

(photo credit: instagram/@anilskapoor)

રણબીર (Ranbir Kapoor)ની નવી ફિલ્મનું નામ હશે 'એનિમલ' (Animal) જેનું નિર્દેશન 'કબીર સિંહ' ફેઇમ સંદીપ વાંગા કરશે. ટી સીરીઝ તરફથી તેનો ટીઝર વીડિયો શેર કર્યા છે. હવે એક્ટરનાં ફેન્સ તેની ઝલક જોવા માટે આતુર છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor)એ 2021 એટલે કે નવાં વર્ષ (Happy New Year 2021)નું ધમાકેદાર અંદાજમાં સ્વાગત કર્યું છે. એક્ટરે વર્ષનાં પહેલાં દિવસે રાત્રે 12.01 વાગ્યે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. રણબીર કપૂરે તેની નવી ફિલ્મની જાહેરાત કરી ફેન્સને સરપ્રાઇઝ આપી છે. રણબીરની નવી ફિલ્મનું નામ છે 'એનિમલ' (Animal) જેનું નિર્દેશન કબીર સિંહ ફેઇમ સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યાં છે. ટી સીરીઝ તરફથી તેનો ટીઝર વીડિયો શેર કરવામાં આવ્યો છે. એવામાં હવે એક્ટરનાં ફેન્સ તેની આ નવી ફિલ્મમાં તેનો લૂક જોવા આતૂર છે.

  ખાસ વાત એ છે કે, રણબીર કપૂરની સાથે આ ફિલ્મમાં અનિલ કપૂર, પરિણીતિ ચોપરા, બોબી દેઓલ પણ હશે. અનિલ કપૂર અને બોબી દેઓલે પણ તેમનાં સોશિયલ મીડિયા પેજ પર તેમની ફિલ્મનો ટીઝર વીડિયો શેર કર્યો છે. સાથેજ તેણે ફિલ્મની શરૂઆત અંગે પોતાની આતુરતા પણ જાહેર કરી છે. વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં રણબીર કપૂરનો અવાજ સંભળાય છે જેમાં તે તેનાં પિતા અંગે વાત કરી રહ્યો છે.  ટીઝર વીડિયોમાં માલૂમ પડે છે કે આ એક ફેમિલી ડ્રામા હશે. વીડિયોમાં આવતી અવાજમાં રણબીર કહે છે કે, 'પાપા આગલા જનમમાં તમે મારો દીકરો બનજો, પછી જોજો હું આપને કેવી રીતે પ્રેમ કરુ છું. અને શીખજો તમે.. કારણકે તેનાં પછીના જન્મમાં હું પાછો આપનો દીકરો અને આપ પાપા. આપ આપની રીતે પ્રેમ કરજો મારી રીતે નહીં. આપ સમજો છો ને પાપા. બસ આપ સમજી લો તે કાફી છે.'  આ ફિલ્મમાં પહેલાં પરિણીતિ ચોપરાની જગ્યાએ સારા અલી ખાનની ચર્ચા હતી. સંદીપ રેડ્ડીનો ભાઇ પ્રણય રેડ્ડીની સાથે મળી ભદ્રકાળી પિક્ચર્સ નામની પ્રોડક્શન કંપની બનાવી છે. અને આ કંપની ટી સીરીઝની સાથે મળી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: