રણબીર અને ગાંગુલી ઈડન ગાર્ડનમાં સાથે ક્રિકેટ મેચ રમતા જોવા મળ્યા
રણબીર કપૂર ક્રિકેટ લેજન્ડ સૌરવ ગાંગુલી સાથે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે. જોકે, હાલના દિવસોમાં રણબીર તેની ફિલ્મ તુ જૂઠી મેં મક્કરના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળ્યો છે.
મુંબઈ : હાલના દિવસોમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ તુ જૂઠી મેં મક્કારના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન માટે રણબીર ગતરોજ કોલકાતા પહોંચ્યો હતો અને પ્રખ્યાત ઈડન ગાર્ડન્સ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ફ્રેન્ડલી મેચ રમી હતી. આ દરમિયાન રણબીર કપૂર સૌરવ ગાંગુલીના બોલ પર ઘણા છગ્ગા અને ચોગ્ગા ફટકારતો જોવા મળ્યો હતો.
રણબીર કપૂરની ટીમનું નામ મક્કાર ઈલેવન હતું, જ્યારે સૌરવ ગાંગુલીની ટીમનું નામ જુઠી ઈલેવન રાખવામાં આવ્યું હતું. બંને ટીમો મેદાનમાં ટકરાઈ હતી. આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સે હાજરી આપી હતી.
જોકે, મેચ બાદ મીડિયા સાથે વાત કરતા રણબીર કપૂરે સ્પષ્ટ કર્યું કે, તે સૌરવ ગાંગુલીની બાયોપિકમાં કામ કરી રહ્યો નથી. વાસ્તવમાં તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે, રણબીર સૌરવની બાયોપિકમાં કામ કરશે.
રણબીર કપૂરે કહ્યું, “મને લાગે છે કે, દાદા જીવંત દંતકથા છે. તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માટે એક જીવંત દંતકથા છે. તેમના પર બનેલી બાયોપિક ઘણી ખાસ હશે. કમનસીબે મને આ ફિલ્મની ઓફર કરવામાં આવી નથી. મને લાગે છે કે, મેકર્સ લવ ફિલ્મ્સ હજુ પણ આ ફિલ્મની વાર્તા લખી રહ્યા છે.
કિશોર કુમારની બાયોપિકમાં કામ કરશે
આ દરમિયાન રણબીર કપૂરે કિશોર કુમારની બાયોપિકમાં કામ કરવાના સમાચાર આપ્યા હતા. તેણે કહ્યું હતુ કે, “હું 11 વર્ષથી કિશોર કુમારની બાયોપિક પર કામ કરી રહ્યો છું.
હું આ ફિલ્મ અનુરાગ બાસુ સાથે મળીને લખી રહ્યો છું. મને આશા છે કે, આ મારી આગામી બાયોપિક હશે. પરંતુ અત્યાર સુધી મેં દાદા પર બાયોપિક બનવા વિશે કંઈ સાંભળ્યું નથી. જેથી મને કંઈ ખબર નથી.
રણબીર કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કર 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન લવ રંજન કરી રહ્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર રણબીર અને શ્રદ્ધા કપૂરની જોડી સાથે જોવા મળવાની છે. રણબીરની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર સુપરહિટ રહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર