Home /News /entertainment /રણબીર કપૂરને સૌથી મોટું ટેન્શન, જ્યારે મારી દીકરી 20 વર્ષની હશે ત્યારે....

રણબીર કપૂરને સૌથી મોટું ટેન્શન, જ્યારે મારી દીકરી 20 વર્ષની હશે ત્યારે....

ફોટો : @aliaabhatt ઇન્સ્ટાગ્રામ

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલમાં જ માતા-પિતા બન્યા છે. 6 નવેમ્બરે આલિયાએ દીકરીને જન્મ આપ્યો હતો. રણબીર કપૂરે જણાવ્યુ કે દીકરીના જન્મ બાદ તે કઈ વાતથી પરેશાન છે.

    મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં જ માતા-પિતા બની રહ્યા છે. 6 નવેમ્બરે આલિયાએ દીકરીને જન્મ આપ્યો હતો. તેણીએ પોતાની દીકરીનું નામ રાહા રાખ્યુ છે. આલિયાએ એક પોસ્ટ લખીને તેની જાણકારી આપી હતી. દીકરીના જન્મ બાદ રણબીર કપૂરને ચિંતા થઈ રહી છે કે તે 60ની ઉંમરમાં તેની દીકરી સાથે ફૂટબૉલ રમી શકશે કે તેની સાથે દોડી શકશે. તે આને પોતાની સૌથી મોટી ઇનસિક્યોરિટી જણાવી રહ્યો છે.

    રણબીરને થઈ રહી છે આ ચિંતા


    ફેસ્ટિવલમાં રણબીર કપૂરે Brut India સાથે વાત કરી હતી. રણબીર કહે છે કે, 'મારી સૌથી મોટી ઇનસિક્યોરિટી છે કે જ્યારે માકી દીકરી 20 કે 21 વર્ષની થશે ત્યારે હું 60 વર્ષનો થઈ જઈશ. શું હું તેની સાથે ત્યારે ફૂટબૉલ રમી શકીશ? શું હું ત્યારે તેની સાથે દોડી શકીશ?'

    આ પણ વાંચોઃ VIDEO:મુંબઈના ટ્રાફિકે સારાના કર્યા આવા હાલ, લોકલ ટ્રેનની ભીડમાં ફેન્સ સાથે શેર કર્યુ 'દર્દ'

    આ જ વર્ષે થયા હતાં લગ્ન


    આલિયાએ આ વર્ષે જૂનમાં પોતાની પ્રેગ્નેન્સીનું એલાન કર્યુ હતું. કપલે 14 એપ્રિલ 2022એ લગ્ન કર્યા હતા. લગ્નની વિધી રણબીરે મુંબઈ સ્થિત ઘરમાં ખૂબ જ ખાનગી રીતે કરી હતી.

    આ પણ વાંચોઃ સોનમ કપૂરે ભાઈ હર્ષવર્ધન સાથે શેર કરી દીકરાની ફોટો, કહ્યુ- દુનિયાના બેસ્ટ મામા...

    આવતા વર્ષે આ ફિલ્મોમાં જોવા મળશે


    રણબીર અને આલિયા હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ 1 શિવા'માં જોવા મળ્યા હતાં. ફિલ્મનું ડિરેક્શન અયાન મુખર્જીએ કર્યુ હતું. ફિલ્મના અન્ય કલાકારોએ અમિતાભ બચ્ચન, નાગાર્જૂન અને મૌની રૉય લીડ રોલમાં હતાં. રણબીરની આવનારી ફિલ્મ લવ રંજનની સાથે છે. તેમાં તેની સામે શ્રદ્ધા કપૂર છે. હાલ આ ફિલ્મનું નામ નક્કી કરવામાં નથી આવ્યુ.

    તેની સિવાય રણબીર પાસે ફિલ્મ 'એનિમલ' પણ છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, Ranbir Kapoor, આલિયા ભટ્ટ, મનોરંજન, રણબીર કપૂર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन