Home /News /entertainment /રણબીરનું નામ લેતા જ શા માટે ગુસ્સો કરે છે ઋષિ કપૂર!

રણબીરનું નામ લેતા જ શા માટે ગુસ્સો કરે છે ઋષિ કપૂર!

  બોલીવૂડ અભિનેતા ઋષિ કપૂર સાથે મીડિયા જ્યારે પણ તેમના પુત્ર રણબીર કપૂર સાથે જોડાયેલો કોઈ સવાલ કરે છે ત્યારે તે ગુસ્સામાં આવી જાય છે. અનેક વખત તેઓએ મીડિયાને ચેતવણી પણ આપી ચુક્યા છે કે હું રણબીરનો સેક્રેટરી નથી કે તેની ફિલ્મ પર વાત કરૂ.

  પરંતુ તમે તે જાણીને હેરાન થશો કે પિતા ઋષિ કપૂર ભલે પબ્લિકી રણબિર સાથે વાત અને તેમની પ્રશંસા ન કરે પરંતુ પીઠ પાછળ તેના ભરપૂર વખાણ કરે છે.

  રણબીર કપૂરે તેમની આવનાર ફિલ્મ સંજુનું ટ્રેલર લોન્ચ દરમિયાન ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ કે ફિલ્મમાં તેમના લૂક અંગે સૌથી શ્રેષ્ઠ કોમ્પ્લિમેન્ટ તેમના પિતાએ કર્યા છે.  રણબીરે મીડિયાને એ પણ કહ્યું કે પાપા ઋષિ કપૂર તેમની સામે વખાણ નથી કરતા પરંતુ સંજુ શૂટિંગ દરમિયાન તેઓએ સંજયવાળા લૂકમાં એક વિડિયો બનાવ્યો અને વિધુ વિનોદ ચૉપડા અને રાજકુમાર હિરાની સાથે મારા લૂકની પ્રશંસા કરી તે મારા માટે ખુબ મોટી વાત છે.

  સંજય દત્તની જિંદગી પર બનેલી ફિલ્મ સંજુમાં રણબીર કપૂરનો સંજુ વાળો અવતાર માત્ર પિતા ઋષિ કપૂરને જ નહીં પરંતુ ફિલ્મ ઉદ્યોગની સાથે સાથે તેમના ફેન્સેને પણ ખુબ ઉપયોગી છે. અને સંજુબાબા બનેલા રણબીરને સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ તેમને ખુબ પ્રશંસા મળી રહી છે.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Ranbir Kapoor, Rishi Kapoor, Sanju

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन