Home /News /entertainment /

..અને રણબીરે જાહેરમાં કહી દીધુ, 'હા હું આલિયાને ડેટ કરુ છું'

..અને રણબીરે જાહેરમાં કહી દીધુ, 'હા હું આલિયાને ડેટ કરુ છું'

હા હું આલિયાને ડેટ કરુ છું હાલમાં અમારા સંબંધોને પરિપક્વ થવાની જરૂર છે

હા હું આલિયાને ડેટ કરુ છું હાલમાં અમારા સંબંધોને પરિપક્વ થવાની જરૂર છે

    મુંબઇ: ઘણાં મહિનાઓથી વાતો છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પણ અત્યાર સુધી રણબીર કપૂર કે આલિયા ભટ્ટ કોઇ જ આ વિશે ખુલીને બોલી રહ્યું ન હતું. આખરે હાલમાં રણબીરે ચુપ્પી તોડી નાંખી છે અને આ વાત સ્વિકારી લીધી છે કે તે આલિયાને ડેટ કરી રહ્યો છે.

    હાલમાં જ રણબીર કપૂરે GQ મેગેઝિનને એક ઇન્ટરવ્યું આપ્યો. આ ઇન્ટરવ્યું સમયે તેને આલિયા સાથેનાં રિલેશન પર સવાલ કરવામાં આવ્યો જેનાં જવાબમાં
    રણબીર કપૂરે કહ્યું હતું કે,'હા હું આલિયાને ડેટ કરુ છું હાલમાં અમારા સંબંધોને પરિપક્વ થવાની જરૂર છે.'

    આ પહેલાં રણબીર અને આલિયા બન્ને એકબીજાનાં ફેન છે અને એકબીજાનાં કામને વખાણે છે તેવી જ વાત કરતાં હતાં. પણ પહેલી વખત GQ મેગેઝિનને આપેલાં ઇન્ટરવ્યુંમાં તેમણે આ વાત સ્વિકારી છે.

    રણબીરે ખુલીને કહ્યું કે, 'હાલમાં આ એકદમ નવાં સંબંધ છે અને મારે હાલમાં તે વિશે વધુ ન બોલવું જોઇએ. આ સંબંધને ખીલવા સમય આપવો જરૂરી છે. એક
    એક્ટર અને એક વ્યક્તિ તરીકે આલિયા ખુબજ યોગ્ય છે. મે તેનું કામ જોયુ છે, હું તેને જ્યારે એક્ટિંગ કરતાં જોવું છું કે પછી રિઅલ લાઇફમાં જોવું છું તે મને જે ફિલિંગ આપે છે તે હું મારી જાત માટે હમેશાં ઇચ્છુ છું.'

    ખાસ વાત તો એ છે કે, આલિયા ભટ્ટ કેટરિના કૈફની ઘણી સારી મિત્ર છે જે રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. આપને જણાવી દઇએ કે રણબીર અને કેટરિનાનું બ્રેકઅપ વર્ષ 2016માં થયુ હતું.

    હાલમાં પ્રેમમાં નવાં નવાં પડ્યાં હોવાને લઇને રણબીરનું કહેવું છે કે, 'પ્રેમ હમેશાં એક રોમાન્ચ લઇને આવે છે. આ એક નવી વ્યક્તિ છે તો તેની ધૂન પણ નવી હોય.
    જૂની ટ્રિક્સ હવે નવી થઇ જાય છે. તમે અચાનક જ વધુ પડતા ચાર્મિંગ અને રોમેન્ટિંક થઇ જાઓ છે. મને લાગે છે કે હાલમાં હું પહેલાં કરતાં વધુ ગંભીર થયો છું. મને મારા સંબંધોની વધુ કદર થવા લાગી છે. બે વર્ષ પહેલાંની સરખામણીએ આજે મને તે સમજાવા લાગ્યુ છે કે દુ:ખ શું છે અને જે તે વ્યક્તિ પર તેની કેવી અસર થતી હોય છે.'

    આપને જણાવી દઇએ કે આ પહેલાં રણબીર કપૂર કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણને ડેટ કરી ચુક્યો છે તો આલિયા ભટ્ટનું અફેર સ્ટૂડન્ટ ઓફ ધ યરનાં કો સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાઇ ચુક્યુ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Alia Bhatt, Confirms, Ranbir Kapoor

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन